પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા SPGમાં ભાગલા
- લાલજી પટેલે હોદ્દેદારોની નિમણુંક રદ કરી
- લાલજી પટેલના નિર્ણયથી આગેવાનોમાં રોષ
- એસપીજીમાં બેઠકનો દોર શરૂ થયો
અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યા હોવાનું સામે આવ્યું છે. સંગઠનના આગેવાન લાલજી પટેલે અટકાવેલી નિમણુંકને લઈને વિવાદ થયો છે. જેથી લાલજી પટેલના નિર્ણની વિરોધમાં નવી સમિતિ બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં એસપીજીમાં વિવાદ વધારે વકરે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. તેમજ સંગઠનના અધ્યક્ષ પણ બદલવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદ્દાઓ રદ કર્યાં હતા. જેના પગલે સંગઠનમાં ગણગણાટ શરૂ થયો છે. દરમિયાન લાલજી પટેલના નિર્ણયની વિરોધમાં નવી સમિતિ બનાવી છે. હવે SPG ના અધ્યક્ષ બદલાવાયા છે. SPG ગ્રુપના નવા હોદેદારો નિમવાના મુદ્દે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલે નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વે હોદેદારો એ બળવો પોકારી કારોબારી બેઠક બોલાવી હતી. કારોબારી બેઠકમાં SPG ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ,મહામંત્રી, સૌરાષ્ટ્ ઝોન અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ 108 અધ્યક્ષની વરણી કરાઈ છે. લાલજી પટેલ દ્વારા સૌરાષ્ટ્ ઝોનના અધ્યક્ષ તરીકે કલ્પેશ રાંકની નિમણૂક કરાઈ હતી. પૂર્વે હોદેદારોએ કોરોનાને પરિણામે એક વર્ષે ટર્મ લંબાવવા માટે કારોબારીમાં ચર્ચા કરી હતી. પાટીદાર આગેવાન લાલજી પટેલે જણાવ્યું હતું કે, નવા કોઈ કોઈ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી નથી.