બાવળાના સાંકોડ ગામમાં ફરીવાર અજગર જોવા મળ્યો, ગ્રામજનોમાં ફફડાટ
- સાંકોડ ગામમાં ફરી એકવાર દેખાયો અજગર
- અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડયો
- હજુ એક બે અજગર હોવાની આશંકા – ગ્રામજનો
બાવળા: આજથી થોડા દિવસો પહેલા સાંકોડ ગામમાં જે રીતે અજગર જોવા મળ્યો હતો તેવો જ અજગર સાંકોડ ગામમાં જ ફરીવા જોવા મળ્યો છે. સાંકોડ ગામમાં ફરી એકવાર આશરે નવ ફૂટનો અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરતાં ફોરેસ્ટ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વિશાળ અજગરને પકડી પાડી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.
જો કે આ અજગરને દૂર લઈ જવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અગાઉ પણ આ ગામમાં જ બાર થી તેર ફૂટનો અજગર પકડવામાં આવ્યો હતો.ગામના રહીશોના જણાવ્યા મુજબ,હજુ એક બે અજગર હોવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે અજગરના કારણે કોઈ પણ પ્રકારની દૂર્ઘટના પણ થઈ હોય તેવા સમાચાર આવ્યા નથી તેના કારણે આમ તો લોકોને રાહત છે, પણ છેલ્લે જોખમી પ્રાણી હોવાના કારણે ગ્રામજનોમાં ડરનો માહોલ તો બનેલો જ રહે છે.