કોરોનાથી રિકવર થયા બાદ પણ લોકોમાં સામે આવી આ પ્રકારની સમસ્યા
- કોરોનાથી સ્વસ્થ થયા છો?
- તો હજું પણ ધ્યાન રાખજો
- સંક્રમિત લોકોમાં જોવા મળે છે આ સમસ્યા
કોરોનાથી રિકવર થયા બાદ પણ લોકોને કેટલાક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોનો રિપોર્ટ તો નેગેટીવ આવી રહ્યો છે,પરંતુ હજી પણ કામ કરતા સમયે થાક અનુભવાય રહ્યો છે.વધારે પડતી દોડધામ કરે છે તો તેનો શ્વાસ ફૂલાવવા લાગે છે.કોરોના સંક્રમણથી ઠીક થયા બાદ પણ લોકો સંપૂર્ણ રીતે ઠીક નથી થઇ રહ્યા.
નવેમ્બર 2021 માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.જે મુજબ દુનિયાભરમાં કોરોનાથી ઠીક થઇ ચુકેલા 40 ટકા લોકો કોઈ ને કોઈ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.આ અભ્યાસ લગભગ 990 લોકો પર કરવામાં આવ્યો હતો.કોરોનાથી રિકવર થયા બાદ થાક,નબળાઈ અને ઊંઘ ન આવી જેવી સમસ્યા ફક્ત ગંભીર દર્દીઓમાં જ નહીં, પરંતુ હળવા લક્ષણવાળા દર્દીઓમાં પણ આ સમસ્યા જોવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ,હોસ્પિટલમાં ભરતી થતા કોવિડ-19 ના 20 થી ૩૦ ટકા ગંભીર દર્દીઓના હર્દયની માસપેશીઓમાં સમસ્યા જોવામાં આવી છે.કોરોનાને મ્હાત આપ્યાના 60 દિવસ બાદ પણ 20 ટકા દર્દીઓમાં છાતીમાં દુખાવો અનુભવાય છે.