કોરોનાએ છેલ્લા 8 મહિનાનો તોડ્યો રેકોર્ડ- 24 કલાકમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા, દૈનિક મૃત્યુઆંક 350ને પાર
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 17 હજાર 532 કેસ સામે આવ્યા
- દેશમાં કોરોનાથી દૈનિક 356 લોકોએ જીવ ગુમાવે છે
દિલ્હી- દેશભરમાં કોરોના મહામારીની ત્રીજી લહેરે કહેર ફેલાવ્યો છે, છેલ્લા 8 મહિના બાદ ફરી એક વખત કોરોનાના કેસના આંકડાએ 3 લાખની સંખ્યા પાર કરી દીધી છે જેને લઈને કેન્દ્ર સહીત લોકોની ચિંતા વધી છે,જો કે બીજી તરફ વેક્સિનેશનના કારણે કોરોનાના ગંભીર દર્દીઓની સંખાયા ઓછી જોવા મળે છે,જેથી તે એક રાહતની વાત કહી શકાય પરંતુ તે વાત નકારી ન શકાય છે કે દેશમાં હવે કોરોનાના દૈનિક કેસો 3 લાખને પાર આવવા લાગ્યા છે.
ત્યારે હવે 8 મહિના બાદ કોરોનાના દૈનિક કેસોમાં રેકોર્ડ વધારો થયો છે. બુધવારે ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3 લાખ 17 હજાર 532 કેસ નોંધાયા છે. આ પહેલા ભારતમાં છેલ્લે 15 મે ના રોજ 3 લાખથી વધુ કેસ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરમાં આ આંકડાને સ્પર્શવામાં માત્ર 23 દિવસનો સમય લાગ્યો છે.જ્યારે કોરોનાની બીજી લહેરમાં લગભગ 60 દિવસનો સમય લાગ્યો.કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ પર જો નર કરીએ તો આ મહામારીના કારણે ગઈકાલે 356 થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક રાત્રે અગિયાર વાગ્યા સુધીનો છે. આ જોતાં મંગળવારે મૃત્યુઆંક 356ને પાર કરે તેવી શક્યતા છે. આ આંકડમાં ત પંજાબ, ઝારખંડ અને ત્રિપુરાના આંકડા સામેલ કરાયા નથી.
વૈશ્વિક સ્તરની વાત કરીએ તો અમેરિકા પછી ભારત બીજા નંબરનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દેશમાં 17 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દરરોજ 8.7 લાખથી વધુ કેસ નોંધાયા છે.આ સાથે જ મહારાષ્ટ્ર,દિલ્હી.કેરળ, પશ્વિમબંગાળ અને કર્ણાટક તથા ગુજરાત રાજ્.યોમાં કોરોનાનો ગ્રાફ વધુ જોવા મળે છે, જો ગુજરાતની વાત કરીએ તો વિતેલા દિવસે 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા.