નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની લિસ્ટમાં ટૉપ પર
- પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા
- ગ્લોબલ રેટિંગમાં ટોપ પર પીએમ મોદી
- અમેરિકાના રાષ્ટ્રપતિ છઠ્ઠા નંબર પર
દિલ્હી: મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રાધ્યક્ષોની એપ્રુવલ રેટિંગ અને દેશની ટ્રેજેક્ટરી પર નજર રાખી રહ્યું છે. મોર્નિંગ કન્સલ્ટે તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે વિશ્વના લોકપ્રિય નેતાઓની લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ટોપ પર છે. વડા પ્રધાન મોદી 71 ટકાના રેટિંગ સાથે વિશ્વના નેતાઓમાં ગ્લોબલ રેટિંગમાં ટોપ પર છે.
આ લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ 13-19 જાન્યુઆરી, 2022 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. એપ્રુવલ રેટિંગ દરેક દેશમાં પુખ્ત રહેવાસીઓની સાત દિવસની મૂવિંગ એવરેજ પર આધારિત છે. નમૂનાના આકાદ દેશ પ્રમાણે બદલાય છે. આ જ વેબસાઈટે મે 2020માં 84 ટકા મંજૂરી સાથે વડાપ્રધાન મોદીને સૌથી વધુ રેટિંગ આપ્યું હતું. જે મે 2021માં ઘટીને 63 ટકા પર આવી ગયુ હતુ.
મોર્નિંગ કન્સલ્ટની વેબસાઈટ અનુસાર, આ રેટિંગ સાત દિવસની સરેરાશના આધારે કરવામાં આવે છે. મે 2020 ના મહિનામાં, આ વેબસાઇટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી વધુ રેટિંગ (84 ટકા) આપ્યું હતું, જે 2021 માં ઘટીને 63 ટકા થઈ ગયું હતું.
વિશ્વના 13 નેતાઓની યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન 43 ટકા રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર છે. તે પછી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોનું નામ આવે છે. તેમને પણ 43 ટકા રેટિંગ મળ્યું છે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને 41 ટકા રેટિંગ આપવામાં આવ્યું છે.