- જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે ઘર્ષણ
- એક આતંકીનો ખાતમો
શ્રીનગર – જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યા અવાર નવાર આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્ન કરતા રહેતા હોય. છએ જો કે સેના સતત ખડે પગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે, ત્યારે આજે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાની સેનાને બાતમી મળી હતી. એજન્સીઓને શનિવારે સવારે કાલબીલ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક ઘરમાં આતંકીઓની હાજરીની જાણકારી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો
આ સાથે જ વિસ્તારમાં સુરક્ષાદળોને જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળો વિસ્તારમાં પહોંચી ગયા છે. સ્થળ પર નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસ નિમિત્તે શ્રીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા આગામી દિવસોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેથી કરીને આતંકવાદીઓના નાપાક મનસૂબોને નિષ્ફળ બનાવી શકાય.વિતેલા દિવસને શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફના વેલી QATના જવાનોએ શ્રીનગરના લાલ ચોક અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મોબાઈલ ચેક પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને લોકો તેમજ વાહનોની તલાશી લેવામાં આવી હતી.