- સ્માર્ટફોનનો યૂઝ કરવા સમયે રહો સાવધાન
- સ્માર્ટફોનથી પણ ફેલાઇ શકે છે કોરોના
- તેને આ રીતે કરો સેનિટાઇઝ
નવી દિલ્હી: કોવિડ-19 ની મહામારીએ સમગ્ર વિશ્વમાં ફરીથી માથુ ઉંચક્યું છે. કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. મહામારી સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ચૂકી છે. તેથી તમે કોવિડ સામે સુરક્ષિત રહેવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરો તેમજ કેટલીક જાતે જ તકેદારી રાખો તે જરૂરી છે. કોવિડ-19 મેટલ અને ગ્લાસ જેવી નિર્જીવ સપાટી પર 9 દિવસ સુધી જીવિત રહી શકે છે તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે તેથી આપણે સૌથી વધુ સ્માર્ટફોનનો વપરાશ કરીએ છીએ જેથી સ્માર્ટફોનની સફાઇ પણ આવશ્યક છે.
સ્માર્ટફોનથી પણ કોવિડ ફેલાવવાની સંભાવના હોય છે પરંતુ સારા સમાચાર એ છે કે તમે આઇસોપ્રોપિલ આલ્કોહોલથી સરળતાથી સાફ કરી શકો છો. પરંતુ સ્માર્ટફોનને સાફ કરતા સમયે કે સેનેટાઇઝ કરતા સમયે તમારે સાવચેતી રાખવી પડશે.
તમે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તેની સ્ક્રીન ખૂબ જ નાજુક હોય છે. તેથી સ્ક્રીનને સ્કેચથી બચાવવા માટે હંમેશા એક લિંટ-ફ્રી માઇક્રોફાઇબર કપડાંનો ઉપયોગ કરવો હિતાવહ છે.
સ્માર્ટફોન અને ટેબલેટ પર ક્યારેય વિન્ડો કલ્નીઝર અને ક્લીનિંગ સોલ્ટવેટ્સનો ઉપયોગ ટાળવો જોઇએ, તે તમારા ડિવાઇસને ક્ષતિગ્રસ્ત કરી શકે છે.
હંમેશા એક વાત યાદ રાખો કે ક્યારેય કોઇ સોલ્વેટ્સનો સીધો છંટકાવ ના કરો. એપલ પ્રમાણે આઇફોનમાં ફિંગરપ્રિન્ટ પ્રતિરોધી ઓલેઓફોબિક, તેલ કોટિંગ છે. સફાઇ રસાયણ તેને સમયની સાથે ખરાબ કરી શકે છે. પરંતુ જો તમારી ડિવાઇસમાં સ્ક્રીન ગાર્ડ પ્રોટેક્ટર છે, તો તે તમારા ફોનની સ્ક્રિનને પ્રભાવિત નહીં કરી શકે.