રાજ્યમાં કોરોનાના કેસમાં મોટી રહાત – ફરીથી ઘટી રહ્યા છે કેસ
- રાજ્યમાં કોરોનાના કેસોમાં રાહત
- નિષ્ણાંતો પ્રમાણે 25 હજારથી નહી વધે કેસ
અમદાવાદ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસોના ગ્રાફ્ ઊંચો જઈ રહ્યો હતો ત્યારે હવે આવી સ્થિતિમાં રાજ્યના લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છએ જે પ્રમાણે રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા જોવા મળ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નિષ્ણાંતો દ્રારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં 25 હજારની ઉપર દૈનિક કોરોનાના કેસનો આકંડો નહી પહોંચે,જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોના વાયરસના નવા 14 હજાર 871 નવા કેસ નોંધાયા છે.જે પહેલાની સરખામઈમાં ખૂબ ઓછા કહી શકાય છે.
જાણે આ સ્થિતિને જોતા એમ કહી શકાય છે કે રાજ્યમાં ત્રીજી લહેરનો જલ્દી અંત આવી શકે છે,કોરોના વાયરસના કેસ ઘટવાની સાથે આજે કોરોનાથી થતા મોતની સંખ્યા પણ ઘટતી જોવા મળી છે. વિતેલા 24 કલાકમાં 21દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે નવા કેસની સામે 20 હજાર 829 દર્દીઓ સાજા થયા છે.
આ સાથે જ એમ કહી શકાય કે નવા નોંધાતા કેસની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે,જેમાં અમદાવાદમાં નોંધાતા કેસની સંખ્યા 5 હજારને પાર છે.આ સાથે જ હવે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1 લાખ 28 હજાર 192 પર આવી ચૂક્યો છે.