રોગપ્રતિકારશ શક્તિ ઘટવા પાછળના આ છે કારણો,જો તમને પણ હોય આ સમસ્યાઓ તો ચોતી જજો
રોગપ્રતિ કારક શક્તિ કમજોર થતા શરીર નબળું પડે છે
હાથ પગ દુખવા તેના લક્ષણો છે
છેલ્લા બે વર્ષથી આપણે કોરોના મહામારીમાં જીવી રહ્યા છે આવી સ્થિતિમાં આપમે આપણી રોગપ્રતિકારક શક્તિ પર પુરેપુરું ધ્યાન આપવું જોઈએ, કારણ કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી મહત્વપૂર્ણ છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેને કોઈપણ રોગ અથવા વાયરસના ચેપનું જોખમ અનેકગણું વધી જાય છે. આવી સ્થિતિમાં, આપણું શરીર આપણને નબળા પ્રતિરક્ષાના સંકેતો આપે છે, જેને આપણે અવગણીએ છીએ જેથી આવું ન કરતા આપણે તે બાબતને ગંભીર રીતે લેવી જોઈએ.
જાણો રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાના સંકેતો
1 – પાચનક્રિયામાં ગળબળ થવી
ઝાડા, કબજિયાત, પેટનો ફેલાવો અને દુખાવો એ નબળી રોગપ્રતિકારક શક્તિનું પરિણામ છે. શરીરની આંતરડા રોગપ્રતિકારક શક્તિ જાળવવાનું કામ કરે છે અને આંતરડાની સમસ્યાઓને કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે, જેના કારણે પેટની આ બધી સમસ્યાઓ પણ થાય છે.
2 – નાના નાના કામમાં પણ ખૂબ જ થાક લાગવો
જ્યારે શરીર રોગો સામે લડવામાં નિષ્ફળ થવા લાગે છે, ત્યારે શરીરને હંમેશા થાક લાગે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ તમને સૂચવે છે કે તમારા શરીરમાં કંઈક બરાબર નથી.તમે થાડું ચાલીને પણ થાકી જાવ કામ કરીને થાકી જાવ એટલે સમજો કે તમારી રોગપ્રતિકાર શક્તિ હવે જવાબ આપી રહી છે.
3 – વારંવાર શરદી થવી
વારંવાર જો તમને શરદી થાય છે, વહેતું નાક અને હળવો તાવ આવ્યાકરે છે એ બધા નબળી રોગપ્રતિકારક શક્તિના લક્ષણો છે. રોગપ્રતિકારક શક્તિ આ વિવિધ બેક્ટેરિયાથી આપણને સુરક્ષિત કરવામાં સક્ષમ ન હોવાને કારણે આ સમસ્યાઓ થાય છે.
4 – વાગ્યું હોય કે દાઝ્યા હોય તેમાં જલ્દી રુઝ ન આવવી
શરીરની રોગપ્રતિકારક શક્તિ ઈજાને સાજા કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. રોગપ્રતિકારક તંત્રના વિવિધ રોગપ્રતિકારક કોષો ઈજાને મટાડવાનું કામ કરે છે. જેમ જેમ રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, ઘા રૂઝવામાં વિલંબ થાય છે.જેથી જ્યારે પણ આવું કંઈક થાય એટલે સમજો કે તનમારી ઈમ્યૂનિચી ઘટી રહી છે.જે લાંબે ગાળે નુકાશન કરે છે.
5 – સાંઘા અને મસલ્સમાં કાયમ દુખાવો થવો
રોગપ્રતિકારક શક્તિના નબળા પડવાની નિશાની પણ સાંધા અને સ્નાયુઓમાં સતત દુખાવો છે. જો રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો સાંધા અને સ્નાયુઓના દુખાવામાં રાહત મળે છે.