1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીની પરીક્ષામાં ગેરરીતીનો પર્દાફાશઃ રૂ. 1.22 કરોડમાં પેપર ફુટ્યાંનો આરોપ
રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીની પરીક્ષામાં ગેરરીતીનો પર્દાફાશઃ રૂ. 1.22 કરોડમાં પેપર ફુટ્યાંનો આરોપ

રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીની પરીક્ષામાં ગેરરીતીનો પર્દાફાશઃ રૂ. 1.22 કરોડમાં પેપર ફુટ્યાંનો આરોપ

0
Social Share

જયપુરઃ રાજસ્થાનમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (આરઈઈટી એક્સાઝમ 2021)ના પેપર પ્રકરણમાં એસઓજીએ એક ગેંગનો પર્દાફશ કર્યો છે. સરકારી ઓફિસમાંથી કેવી રીતે પેપર કેવી રીતે બહાર આવ્યું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. રાજસ્થાન સરકારના જયપુર સ્થિત શિક્ષા સંકુલમાં પેપર સંગ્રહણ કેન્દ્રમાં 24મી સપ્ટેમ્બમાંથી પેપર ફોટવામાં આવ્યું હતું. પેપર લીક કરનારી ગેંગના ઉદારામ અને રામકૃપાલ મીણા સહિત 35 આરોપીઓની અત્યાર સુધી ધરપરકડ કરવામાં આવી છે. આરોપી રામકૃપાલએ પેપરના બદલામાં ઉદારામને રૂ. 1.22 કરોડની રકમ આપી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારી અશોક રાઠોડે જણાવ્યું હતું કે, આરઈઈટીની પરીક્ષાનું પેપર લીક કેસમાં મુખ્ય આરોપી ભજનલાલની ધરપકડ કરવામાં આવી છે. ભજનલાલની પૂછપરછમાં સામે આવ્યું કે રીટના પેપર તેને ઉદારામ બિશ્નોઈએ આપ્યું હતું. ઉદારામને શિવશક્તિ સ્કૂલના રામકૃપાલ મીણાએ પેપર સંગ્રહણ કેન્દ્રમાંથી પેપર લીક કરીને આપ્યું હતું. હાલ ઉદારામ અને રામકૃપાલ મીણાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

રાજસ્થાનમાં રીટની પરીક્ષાના પેપર લીકની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકરણમાં સીઆઈસીમાં ફરજ બજાવતા વિકાસ જાખડ ભુખ હડતાલ કરી રહ્યાં છે. 3 હજાર પદો માટે લેવાયેલી પરીક્ષામાં 15 લાખ વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code