દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા વિકએન્ડ કરફ્યુ હટાવાયો
- અન્ય નિયંત્રણો પણ હળવા કરવાનો નિર્ણય
- સિનેમા ગૃહ 50 ટકાથી ક્ષમતા સાથે ખોલાશે
- શૈક્ષણિક સંસ્થાઓ હજુ ચાલી કરવામાં નથી આવી
દિલ્હીઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે દિલ્હી સરકારે કેટલાક પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. રાજધાનીમાં વિકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે 50 ટકા ક્ષમતા સાથે સિનેમા ગૃહ ખોલી શકાશે. જો કે, દિલ્હીમાં રાત્રિ કરફ્યુનો અમલ યથાવત રહેશે. એટલું જ નહીં શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં કોરોનાના 7498 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે જ્યારે 29 દર્દીઓના મોત થયાં છે. ગઈકાલે 5760 જેટલા કેસ નોંધાયાં હતા. તેમજ 30 લોકોના મોત થયાં હતા. કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યાં છે.
ડીડીએમએએ મહત્વની બેઠક બોલાવી હતી. બેઠકમાં વિકએન્ટ કરફ્યુ હટાવવા સહિતના કેટલાક પ્રતિબંધ હળવા કરવા અંગે ચર્ચા કરાઈ હતી. જો કે, દિલ્હીમાં રાત્રના 10થી સવારના 5 કલાક સુધી નાઈડ કરફ્યુનો અમલ થશે. આ ઉપરાંત લગ્નપ્રસંગ્રમાં 200 મહેમાનોને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી માત્ર 15 લોકોને મંજૂરી મળતી હતી. આ ઉપરાંત હવે દિલ્હીમાં સિનેમા હોલ ખોલવાનો નિર્ણય લેવાયો છે. 50 ટકાની ક્ષમતા સાથે સિનેમા ગૃહ ખોલવાનો નિર્ણય લેવાયો છે. જો કે, સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ્સ બંધ રહેશે. આ ઉપરાંત રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવશે.