- હવે વોટ્સએપ થશે વધુ સુરક્ષિત
- 6 ડિજીટના પિન વગર થઇ શકશે લોગિન
- વોટ્સએપ ડેસ્કટોપ વર્ઝનમાં મળશે સુવિધા
નવી દિલ્હી: વિશ્વમાં જો કોઇ સૌથી વધુ પ્રચલિત મેસેજિંગ એપ હોય તો તે વોટ્સએપ છે. વોટ્સએપથી આજે લોકો ચેટિંગ, મેસેજ, વીડિયો અને ઓડિયો કોલિંગ સહિતની સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યાં છે. હવે તમારા વોટ્સએપ એકાઉન્ટને વધારે સુરક્ષિત બનાવવા માટે તેમાં વધુ એક ફીચર જોડાવાનું છે. હવે વોટ્સએપમાં તમને ટૂંક સમયમાં ટૂ સ્ટેપ વેરિફિકેશનની સુવિધા મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વોટ્સએપ એકાઉન્ટને વધુ સલામત બનાવવા માટે હવે ટૂ સ્ટેપ વેરિફિકેશનની સવલત પૂરી પડાશે. આ ફીચર્સ ફક્ત ડેસ્કકોપ યૂઝર્સ માટે હશે અને તેનો વપરાશ કરવા અથવા ન કરવાની સુવિધા પણ મળશે.
અત્યારેની સિસ્ટમ પ્રમાણે જો તમે નવો સ્માર્ટફોન લઇને તેમાં વોટ્સએપ લોગિન કરો છો, તો એપની પાસેથી 6 આંકડાનો કોડ માંગે છે. જે આપને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે. તો વળી ડેસ્કટોપ લોગિન માટે આપને ફક્ત વોટ્સએપ વેબ પર એક ક્યૂઆર કોડ સ્કેન કરવાનો હોય છે અને આપનું એકાઉન્ટ લોગિન કરી શકશો.
વોટ્સએપ ચેટ એક્સેસ વધુ સલામત અને સરળ કરવામાં આ ફીચર લાભદાયી સાબિત થશે. વોટ્સએપ દરેક જગ્યાએ ટૂ સ્ટેપ વેરિફિકેશનને વધુ સરળ બનાવવા માટે પ્રયાસરત છે. એટલા માટે નવા આવનારા અપડેટમાં વેબ ડેસ્કટોપ પર આ ફીચર શરૂ કરવાનું કામ કરી રહ્યા છે. PIN છ ડિજીટનો હશે. હાલમાં આ ફીચર ટેસ્ટિંગ સ્ટેજ પર છે.
જો રિપોર્ટનું માનીએ તો વેબ/ ડેસ્કટોપ ટૂ સ્ટેપ વૈરિફિકેશનને ઈનેબસ અથવા ડિસેબલ કરી શકશો. આ અ સમયે જરૂરી બની જાય છે. જ્યારે આપનો ફોન ખોવાઈ જાય છે અને આપને આપનો પિન યાદ નથી રહેતો, આપ એક રિસેટ લિંક દ્વારા પિનને રિસ્ટોર કરી શકો છો.