દેશમાં કોરોનાના 2.51 લાખ કેસ નોંધવામાં આવ્યા, દૈનિક પોઝિટિવ રેટ 15.88 ટકા
- દેશમાં કોરોનાના 2.51 લાખથી વધુ કેસ
- દૈનિક પોઝિટિવ રેટ 15.88 ટકા
- સતર્ક રહેવું હજુ પણ જરૂરી
રાજકોટ: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,51,209 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 3,47,443 લોકોએ કોરોનાને માત આપી છે અને છેલ્લા 24 કલાકમાં 627 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
હાલમાં ભારતમાં કુલ 21,05,611 એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,80,24,771 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં અત્યાર સુધી કુલ 4,92,327 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં 1,64,44,73,216 વેક્સિન ના ડોઝ આપાઈ ચૂક્યા છે. ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 15.88 ટકાએ પહોચ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તે લોકોએ હજુ પણ બેદરકારી દાખવવી જોઈએ નહી. દેશમાં કોરોનાવાયરસના કેસ હજૂ પણ મોટી માત્રમાં નોંધવામાં આવી રહ્યા છે. કોરોનાવાયરસના કેસ અત્યારે સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે ત્યારે જો લોકો દ્વારા સતર્ક અને સલામત રહેવામાં આવશે નહી તો મુશ્કેલી વધી શકે છે.