1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના સાડાત્રણ કિમી. લાંબા ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે ય પુરૂ થયું નથી,સરકારે હાથ ઊંચા કરી દીધા
વડોદરાના સાડાત્રણ કિમી. લાંબા ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે ય પુરૂ થયું નથી,સરકારે હાથ ઊંચા કરી દીધા

વડોદરાના સાડાત્રણ કિમી. લાંબા ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે ય પુરૂ થયું નથી,સરકારે હાથ ઊંચા કરી દીધા

0
Social Share

વડોદરા : શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો સાડા ત્રણ કિ.મીના ફ્લાઈઓવર બ્રીજનું કામ પાચ વર્ષના વહાણા વીતિ ગયા છતાં બ્રીજનું કામ હજુ પુરૂ થયું નથી. આ નવો ઓવર બ્રીજ બનાવવા માટે સરકાર તરફથી મ્યુનિ.કોર્પોરેશનને પોતાના હિસ્સાની પુરતી રકમ ફાળવવામાં નહીં આવતા હવે મ્યુનિ.કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને રૂપિયા આપી શક્તા નથી, તેથી કહેવાય છે.કે, કોન્ટ્રાકટરે કામ બંધ કરી દીધુ છે. આમ સંકલનનો અભાવ અને શહેરની નેતાગીરીની નિષ્ચ્રકિયતાને કારણે ફ્લાઈઓવર બ્રીજનું કામ પુરૂ થતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યનો સૌથી લાંબો વડોદરામાં ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત રાજ્ય સરકારે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પહેલાં કરી હતી. આજે 5 વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર થયો નથી. જેના કારણે વિકાસના કામો સામે સવાલ ઉઠી રહ્યા છે. 2017માં તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધીના બ્રિજની કામગીરી 5 વર્ષથી ચાલુ હતી. 3.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજ 3 વર્ષમાં બનાવવાનો હતો. પરંતુ તે હજુ સુધી બન્યો નથી. 230 કરોડના ખર્ચે બનનારા આ બ્રિજ માટે રાજ્ય સરકારે 76 કરોડ ચૂકવ્યા હતા. સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 34 કરોડ ચૂકવાયા હતા. વિરોધ પક્ષે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી નાણાં ન ફાળવવા માંગ કરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો રાજ્યનો સૌથી લાંબો ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ષ 2017માં કરી હતી, રાજ્ય સરકાર 230 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની હતી. જેના માટે વડોદરા પાલિકાને સરકાર નાણાં ચૂકવવાની હતી, પણ આજે 5 વર્ષ બાદ પણ સરકારે કોર્પોરેશનને માત્ર 76 કરોડ ચૂકવ્યા છે, બાકીના નાણાંનું ભારણ સરકારે કોર્પોરેશન પર નાખી દીધું છે. બ્રિજ બનાવનારા કોન્ટ્રાકટરને અત્યાર સુધી પાલિકાએ 120 કરોડ ચૂકવી દીધા છે, જેમાંથી 76 કરોડ સરકારે અને બાકીના 34 કરોડ પાલિકાએ સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી નાણાં ચૂકવ્યા છે, પણ હવે બાકીના 110 કરોડ સરકાર ચૂકવી રહી નથી, જેના કારણે બ્રીજની કામગીરી કોન્ટ્રાકટરએ અધૂરી મૂકી દીધી હોવાનું કહેવાય છે.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના કહેવા મુજબ રાજ્ય સરકાર બ્રિજ માટે બાકી નાણાં ન ચૂકવતાં મ્યુનિ. કોર્પોરેશને હવે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 60 કરોડ બ્રિજ માટે વાપરવાનું નક્કી કર્યું છે, સાથે જ સરકાર પાસેથી બાકીના 110 કરોડની માંગણી પણ કરી છે. બ્રિજના નાણાં સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી વપરાતા કોંગ્રેસે મ્યુનિના સત્તાધીશો અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે કે રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજના કામ માટે સ્વર્ણિમ ગ્રાન્ટ વાપરવાની હોય છે, પણ પાલિકા 100માંથી 60 કરોડ બ્રિજ પાછળ જ વાપરશે તો શહેરના અન્ય કામો કેવી રીતે કરશે. મહત્વની વાત છે કે 5 વર્ષ બાદ પણ બ્રિજ ન બનતાં લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code