શું તમે પણ આ ફ્રૂટ્સને ફ્રીજમાં ઠંડા કરીને ખાવો છો ,તો જાણીલો તેનાથી હેલ્થ પર થાય છે વિપરીત અસર,
- બટાકાને લાંબો સમય ફ્રીજમાં રાખવાથઈ ગેસ બને છે
- ટામેટા ફ્રીજમાં પાણીમાં પચી જાય પછી ખાવાથી પેટ બગડે છે
આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના ફળોને વધારે પડતા ફ્રીજમાં રાખીને ખાઈએ તો ચોક્કસ શરીરને નુકશાન થઈ શકે છે, જો કે મોટા ભાગના લોકોને આવી જ આદત હોઈ છે ફળોને ફ્રીજમાં રાખીને ખાવાની ,ખાસ કરીને જો પાણી વાળા ફળો ફ્રીજમાં રાખવાથી બગડી પણ જાય છે અવે તે આપણા આરોગ્યને હાનિ પણ કરે છે,જેમાં ખાસ કરીને નારંગી, મોસંબી ,સ્ટોબરી જેવા ફળો ફ્રીજમાં રાખવાથી તેનો મૂળ સ્વાદ ખરાબ થઈ શકે છે.
ટામેટા – અનેક ગૃહિણીઓ ટામેટાં ખરીદીને ફ્રીજમાં સ્ટોર કરે છે. વધુ ને વધુ તાજા ટામેટાં ખાવાનો પ્રયત્ન કરો, કારણ કે ફ્રિજની ઠંડી હવાને કારણે ટામેટાં અંદરથી સડી જાય છે. આવી સ્થિતિમાં કયા ટામેટાં તાજા છે અને કયા ખરાબ છે તે ખબર નથી પડતી. જો તમે અજાણતા બગડેલા ટામેટાં ખાઓ છો, તો તે નુકસાન કરે છે
તરબૂચ-શક્કરટેટી – ગરમીની સિઝનમાંતરબૂચ કે શક્કરટીટી ખાવાનું દરેકને પસંદ પડે છે, પરંતુ તેને ઠંડું કરવા માટે લોકો તેને ફ્રીઝમાં સ્ટોર કરે છે, તેમાં રાખીને પછી ખાવાથી તેમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વો ખતમ થઇ જાય છે. પરિણામે પેટ ખરાબ થવાની સાથે શરદી ખાસી જેવી પણ સમસ્યા થાય છે.
પોટેટો- બટાકાને આમ પણ ગેસ વા વાળો ખોરાક ગણવામાં આવે છે અને એમા પણ જો તમે ફ્રીજમાં રાખઈને ખાવછો તો તે ઝેર સમાન બને છે,તેમાં વધુ ગેસ ઉત્તપન્ન થાય છે.
પાઉં- બ્રેડ – જો તમે બ્રેડને ફ્રીઝમાં સ્ટોર કરતાં હો તો તે તમારા હેલ્થ માટે ખતરનાક છે. ફ્રીઝમાં રાખવાથી બ્રેડ સુકાઇ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે. તે આરોગ્ય માટે હાનિકારક છે.પેટ ખરાબ થવું, ઝાડા થવા જેવી સમસ્યાઓ થાય છે.