U19CW: બાંગ્લાદેશને હાર આપી ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર
- એન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ
- ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી
- બાંગ્લાદેશને આપી જોરદાર હાર
અમદાવાદ: અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમની એન્ટ્રી સેમિફાઈનલમાં થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા બાંગ્લાદેશને હાર આપવામાં આવી છે અને હવે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે ટક્કર થશે. જાણકારી અનુસાર એન્ટીગાના કૂલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા મેન ઓફ ધ મેચ રવિ કુમારની ઘાતક બોલિંગની મદદથી બાંગ્લાદેશને 111 રને ઓલઆઉટ કરી દીધુ હતું.
30.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ઓછા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર હરનૂર સિંહ શૂન્ય રન પર આઉટ થયો હતો. ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશને પાંચ વિકેટે પરાજય આપી આઈસીસી અન્ડર-19 વિશ્વકપ 2022ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
ઓસ્ટ્રેલિયાએ અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને 119 રને પરાજય આપી સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારત આ ટૂર્નામેન્ટમાં છેલ્લા 9માંથી 7 વખત ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવવામાં સફળ રહ્યું છે. ભારતની આ અન્ડર-19 સ્તર પર સતત સાતમી જીત છે, ચાર આ વિશ્વકપમાં અને તે પહેલા સતત ત્રણ જીત છે.
અંગકૃષ રઘુવંશી અને વાઇસ કેપ્ટન શેખ રશીદે બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. રઘુવંશીએ 65 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 44 રન જ્યારે રશીદે 26 રન બનાવ્યા હતા. 31મી ઓવરમાં ભારતને જીત માટે એક રનની જરૂર હતી અને કેપ્ટન યશ ધુલ તથા કૌશલ તાંબેની જોડી ક્રીઝ પર હતી.