અંબાજીના ભક્તો માટે મહત્વના સમાચાર, મંદિર 1 ફેબ્રુઆરીથી ખુલવાની સંભાવના
- કોરોનાને કારણે મંદિર હતું બંધ
- કોરોનાના કેસ ઘટતા મંદિર પ્રશાસનનો નિર્ણય
- 1 ફેબ્રુઆરીથી ખોલી શકે મંદિરના દ્વાર
હિંમતનગર: કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યના મોટાભાગના મંદિરોને બંધ કરવામાં આવ્યા હતા. ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને ઠેસ ન પહોંચે તે માટે કેટલાક મંદિરોમાં ભક્તોને ઓનલાઈન દર્શન કરવાની પણ તક સુવિધા આપવામાં આવી હતી આવામાં અંબાજી પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર અંબાજી મંદિર દ્વારા ફરીવાર ખોલવામાં આવી શકે છે અને તેને પહેલી ફેબ્રુઆરીથી ખોલવામાં આવી શકે છે. જાણકારી અનુસાર મંદિરમાં ભક્તોને જવાની પરવાનગી તો રહેશે પરંતુ દરેક માઈ ભક્તોએ મંદિરમાં જતા પહેલા ઓનલાઈન બુકીંગ કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનામાં જે રીતે સ્થિતિ સર્જાઈ છે તે બાદ તો લોકોમાં ભગવાન પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા પહેલા કરતા વધારે વધી ગઈ હોય તે લાગી રહ્યું છે.
વધુ જાણકારી અનુસાર ફેબ્રુઆરીથી મંદિરમાં દર્શનનો સમય સવારે 7.30થી 11.30 – બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી 9 કલાક સુધીનો રહેશે. બુકીંગ માટે દર્શનાર્થીઓએ www.ambajitemplebooking.in અથવા www.ambajitemple.in પર બુકિંગ કરવાનું રહેશે.