યુપી વિધાનસભા ચૂંટણી 2022: ભાજપની રણનીતિ, અખિલેશ યાદવ સામે આ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા
- યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મોટો દાવ
- અખિલેશ યાદવ સામે ચૂંટણી લડશે કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી
- કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે કરહાલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
નવી દિલ્હી: યુપી વિધાનસભા ચૂંટણીને લઇને દરેક પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. કોઇપણ રાજકીય પક્ષ નાની પણ ભૂલ નથી કરવા માંગતી. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ આ દરમિયાન ભાજપે પણ રણનીતિ અપનાવીને કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલને કરહાલ બેઠક પર ઉતાર્યા છે. તેઓ કરહાલથી ભાજપના ઉમેદવાર હશે અને અખિલેશ યાદવ સામે મેદાનમાં ઉતરશે.
આજે સૈફઇથી કરહાલ સુધી 30 કિમી સુધી અખિલેશનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. સપા પ્રમુખે હાથ હલાવીને જનતાનું અભિવાદન કર્યું હતું. અખિલેશ યાદવ લગભગ 1 વાગ્યે અખિલેશે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
કરહાલથી એસ પી સિંહ બઘેલને ઉમેદવાર બનાવ્યા બાદ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વિટના માધ્યમથી કહ્યું હતું કે, કરહાલથી ભાજપ જીતશે, પ્રો એસપી સિંહ બઘેલ, 2022માં કરહાલથી હારશે યાદવ અખિલેશ, જીતશે ભાજપ, ખીલશે કમળ. રહેશે સુશાસન, થતો રહેશે વિકાસ.
નોંધનીય છે કે, સપા પ્રમુખ અખિલેશ યાદવ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. જેને કારણે મૈનપુરીમાં રાજકીય માહોલ ગરમાયો છે.