UNમાં રશિયા-યુક્રેન તણાવ પર ચર્ચા મામલે ભારતે કહ્યું ‘અમે બન્ને દેશોના સંપર્કમાં છીએ,તણાવ દૂર કરવો દરેકના હિતમાં’
- UNમાં રશિયા-યુક્રેન તણાવ પર પ્રસ્તાવમાં ભારત રહ્યું દૂક
- ભારતે કહ્યું તણાવ દૂર કરવો દરેકના હિતમાં
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા યુક્રેન સંકટ ચાલી રહ્યું આ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળે છે,ત્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા-યુક્રેન તણાવના મુદ્દા પર ચર્ચાની માંગણી માટેના મતદાનમાં ભાગ નથી લીધો.વાત જાણે એમ છે કે યુએનમાં પુ્રસ્તાવ લાવવામાં આવ્યો છે કે સ્થિતિ પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર આ ઠરાવને યુએનએસસીના 10 દેશોનો ટેકો મળ્યો, જેના પગલે આ મુદ્દે એક બેઠક યોજાઈ.
યુએનસીમાં ભાતરે શું કહ્યું જાણો
સંયુક્ત રાષ્ટ્રમાં બેઠક દરમિયાન, યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું, “તણાવ ઓછો કરવો એ દરેકના હિતમાં છે. અમે બંને પક્ષો સાથે સતત સંપર્કમાં છીએ.” તેમણે કહ્યું કે, “અમે મિંન્સ અને નોર્મેન્ડી સમજોતાનું સ્વાગત કરીએ છીએ. અમે જુલાઈ 2020 ના રોજ બંને દેશો વચ્ચેના યુદ્ધવિરામને માન્યતા આપવાના પગલાને પણ આવકારીએ છીએ. આ સાથે, અમે બે અઠવાડિયામાં બર્લિનમાં બંને દેશોની બેઠકનું પણ સ્વાગત છે.”
ભારતની સાથે આ વોટિંગમાં કેન્યા અને ગેબોને પણ ભાગ લીધો ન હતો. બીજી તરફ, ચીન અને રશિયાએ આ બેઠકની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જોકે, કાઉન્સિલના 10 સભ્યોએ યુક્રેન સરહદ પર રશિયાના આક્રમણ અંગે ચર્ચા કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું.
મળતા રિપોર્ટ પ્રમાણે ઠરાવની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં નોર્વે, ફ્રાન્સ, યુએસ, યુકે, ફ્રાન્સ, આયર્લેન્ડ, બ્રાઝિલ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. પ્રસ્તાવ પર ચર્ચા માટે કાઉન્સિલના નવ સભ્યોની સંમતિ જરૂરી હતી અને 10 દેશોના સમર્થન બાદ બેઠકનો રસ્તો પણ સાફ થઈ ગયો હતો.