મલયાલમ ન્યૂઝ ચેલનના પ્રસારણ પર કેન્દ્ર એ લગાવી રોકઃ જમાત-એ-ઈસ્લામીના તાબા હેઠળની ચેનલ
- મલાયમ ન્યૂઝ ચેનલ પ્રસારણ કેન્દ્રએ રોક્યું
- આ ચેનલ જમાત-એ-ઈસ્લામીના તાબા હેછળ
દિલ્હીઃ- દેશભરમાં મીડિયા દરેક બાબતે મહત્વનો ભાગ ભજવે છે, દેશની નાનામાં નાની વાત હોય કે કોઈ મોટો મુદ્દો હોય મીડિયા દ્રારા અપાતી માહિતી લોકોના નામસપાટ પર ઘણી અસર કરે છે,જેથી તે વાત મહત્વની છે કે દેશની જનતા સુધી સાચી સચોટ માહિતી મળે ત્યારે આ બાબતને અનુસરતા એક મલયાલમ ચેનલના પ્રસારણ પર કેન્દ્ર એ રોક લવાગી છે.
જાણકારી અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે મલયાલમ ન્યૂઝ ચેનલ ‘મીડિયા વન’ના પ્રસારણને “સુરક્ષા કારણો”નો હવાલો આપીને સ્થગિત કરી દીધું હતું. જમાત-એ-ઈસ્લામી દ્વારા નિયંત્રિત ચેનલ સોમવારે બપોરે બંધ થઈ ગઈ. તેના સંપાદકે બપોરે મંત્રાલયના નિર્ણયની જાહેરાત કરતા એક ટીવી ચેનલ પર કહ્યું કે તેમની કાનૂની ટીમ તેના પર વધુ માહિતી મેળવી રહી છે.
આ બાબતે ચેનલ દ્રારા કહેવામાં આવ્યું છે કે “મંત્રાલયનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અમને હજુ સુધી વિગતો મળી નથી. અમને આશા છે કે ન્યાય થશે અને અમે ટૂંક સમયમાં અમારું ટેલિકાસ્ટ શરૂ કરી શકીશું.
ઉલ્લેખનીય છે કે આ બીજી વખત છે જ્યારે મલાયમ મીડિયા વન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્ચ 2020 માં, કેન્દ્રએ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણોની જાણ કરતી વખતે કેબલ ટેલિવિઝન નેટવર્ક એક્ટ 1998નું કથિત ઉલ્લંઘન કરવા બદલ ચેનલ પર 48 કલાક માટે પ્રતિબંધ મૂક્યો હતો.
આ વખતે પ્રસારણ અટકાવ બાબતે સૂત્રોએ જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલા ચેનલ દ્વારા આપવામાં આવેલ લાયસન્સ રિન્યુ કરવામાં નિષ્ફળ જતાં સરકારે આ પગલું ભર્યું છે. અધિકારીએ કહ્યું કે માહિતી અને પ્રસારણ નિયમો અનુસાર અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટે ગૃહ મંત્રાલયની સુરક્ષા મંજૂરી જરૂરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે હજુ સુધી નિવેદન બહાર પાડ્યું નથી.