ભારતીય જળસીમામાંથી 3 માછીમારોનું બોટ સાથે પાકિસ્તાને કર્યું અપહરણ
- પાંચ માછીમારોને પાકિસ્તાને કર્યા મુક્ત
- પાંચ માછીમારોએ કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો
અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને જળસીમાથી જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન ભારતીય સીમામાં ઘસી આવેલી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બંદુક બતાવીને 3 માછીમારોનું બોટ સાથે અપહરણ કર્યું હતું. જ્યારે બોટમાં સવાર અન્ય પાંચ માછીમારોને મુક્ત કર્યાં હતા. કોસ્ટગાર્ડે ખલાસીને પોરબંદર જેટીએ લાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 29/1ના રોજ નવસારીની એક ફિશિંગ બોટમાં 8 જેટલા ખલાસી માછીમારી કરવા નિકળ્યાં હતા અને ઓખા નજીક સમુદ્રમાં માછીમારી કરતા હતા ત્યારે એકાએક પાકિસ્તાન મરીન સિક્યુરિટીની બોટ ભારતીય જળસીમામાં ધસી આવી હતી અને આ બોટને બંદૂકના નાળચે ઘેરી લીધી હતી. બોટમાં સવાર માછીમારોમાંથી 5 માછીમારને એક નાનીબોટમાં છોડી દીધા હતા અને બોટ સાથે 3 ખલાસીના અપહરણ કરી પાકિસ્તાન તરફ રવાના થઈ ગયા હતા. મુક્ત કરાયેલા પાંચ માછીમારોએ ભારતીય કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો. જેથી કોસ્ટગાર્ડની ટીમ આ ખલાસીઓને પોરબંદર લાવવામાં આવ્યાં હતા. પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ મનીષ, વિજય અને આશિષકુમાર નામના માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે.
(PHOTO-FILE)