1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હીરા ઉદ્યોગને બજેટમાં બુસ્ટર ડોઝ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટીમાં 5 ટકા ઘટાડો
હીરા ઉદ્યોગને બજેટમાં બુસ્ટર ડોઝ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટીમાં  5 ટકા ઘટાડો

હીરા ઉદ્યોગને બજેટમાં બુસ્ટર ડોઝ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટીમાં 5 ટકા ઘટાડો

0
Social Share

સુરતઃ કોરોનાને લીધે હીરા ઉદ્યોગ પર પણ અસર પડી હતી. હીરા ઉદ્યોગ અનેક રત્નકાલાકારોને રોજગારી આપી રહ્યો છે, ત્યારે બજેટમાં હીરા ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપવામાં આવે તેવી માગ ઊઠી હતી. કેન્દ્રીય બજેટમાં હીરા ઉદ્યોગકારોની ઘણી બધી અપેક્ષાઓ હતી. જેને કારણે હીરા ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને જે રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં જે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને લઈને મહત્વના નિર્ણય લેવાયા છે. તેને કારણે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડીને 5% કરી દેવાતા મોટો લાભ થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હીરા ઉદ્યોગમાં રફ અને પોલીશ્ડ ડાયમંડ ઉપર 7.5% ડ્યુટી વસૂલવામાં આવતી હતી. તેના કારણે હીરા ઉધોગને આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું હતું. ડાયમંડ ઉદ્યોગ દ્વારા ડ્યુટીને 2.5 કરવાની ડિમાન્ડ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે બજેટમાં ડાયમંડ ઉપર લાગતી ડ્યુટી 5% કરી દેવાતા ઉદ્યોગકારોએ તેને આનંદભેર સ્વીકારી લીધી છે. ઇઝરાયેલથી આવતા હાફ કટ ડાયમંડ ઉપર પણ 7.5 ડ્યુટી વસૂલવામાં આવતી હતી. પરંતુ તેના ઉપર હવે ઝીરો ટકા કરી દેવાતા નાના ઉદ્યોગકારોને સૌથી મોટો ફાયદો થશે. નાના ઉદ્યોગકારોને આ નિર્ણયથી ખૂબ મોટો લાભ થઈ શકે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના નાના ઉદ્યોગકારોને તેનો સૌથી વધુ લાભ થશે તેવું ઉધોગકારો માની રહ્યા છે. કોરોનાના કપરા કાળમાં હીરા ઉદ્યોગકારો અને રત્નકલાકારે ઘણુબધું સહન કર્યું છે. હીરાના કડ અને પોલિશ પરની ડ્યુટીમાં ઘટાડો કરતા હીરા ઉદ્યોગને લાભ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code