ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા નોંધાઈ
- ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ગયું ઇન્ડોનેશિયા
- રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા નોંધાઈ
- કોઈ જાનમાલ કે નુકશાન નહીં
દિલ્હી:ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે 12:55 વાગ્યે ઈન્ડોનેશિયાના કેપુલાવન બરાત દયામાં રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.હાલમાં કોઈ પણ પ્રકારની સુનામીના સમાચાર નથી અને ન તો જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી મળી છે.
ગયા મહિને 19 જાન્યુઆરીએ ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.આંચકા અમાહાઈથી 219 કિમી પૂર્વમાં અનુભવાયા હતા. ગયા મહિને જ ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો.રાજધાની જકાર્તામાં ઈમારતો ભૂકંપથી હલી ગઈ હતી, પરંતુ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.