અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો અનોખો રેકોર્ડ બનશે
અમદાવાદઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી દિવસોમાં વન-ડે, ટેસ્ટ અને ટી-20 સિરીઝ રમાશે. પ્રથમ વન-ડે 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારત એક અનોખો રેકોર્ડ બનાવશે. ભારત અમદાવાદના સ્ટેડિયમમાં 1000મી વન-ડે મેચ રમશે.
વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારતનાં પ્રવાસે છે જેમાં તેઓ 3-3 મેચની વન ડે અને ટી20 સિરીઝ રમશે. આ પ્રવાસની 6 ફેબ્રુઆરીથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી શરૂ થશે. આ શ્રેણીની પ્રથમ વનડેમાં જ ભારતીય ટીમ એક રેકોર્ડ પોતાના નામે કરશે. 6 ફેબ્રુઆરી રમાનારી મેચ ભારતીય ટીમની 1000મી વન-ડે મેચ હશે. ક્રિકેટ જગતમાં આ આંકડા સુધી પહોંચનારી ભારતીય ટીમ પ્રથમ છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે.13 જુલાઈ 1974ના રોજ ભારતીય ટીમે લીડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી. અત્યાર સુધી ટીમ ઇન્ડિયા 999 વન ડે મેચ રમી ચુકી છે. ક્રિકેટમાં સૌથી વધુ વનડે મેચ રમવાનો રેકોર્ડ માત્ર ટીમ ઈન્ડિયાના નામે જ નોંધાયેલો છે. હવે તે 1000 ODI મેચ રમનારી પ્રથમ ટીમ બનવાનો રેકોર્ડ પણ નોંધાવવા જઈ રહી છે.