શું તમે જાણો છો મગફળી ત્વચા માટે વરદાન રુપ છે,જાણો સ્કિન પર કઈ રીતે ઉપયોગ કરી શકાય
- ચહેરા માટે મગફળી પણ વરદાનરુપ
- પિનટ સ્ક્રબથી ત્વચા બને છે સોફ્ટ
- ત્વચા પર ગ્લો લાવે છે પિનટ સ્ક્રબ
શિયાળામાં આપણે આપણી ત્વચાનું ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ આજે આપણે મગફળીને કઈ રીતે ત્વચા માટે ઉપયોગમાં લઈ શકાય તે વિશે નાત કરીશું, હાલ સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીઓ જો કે ઘણા લોકો ભાગ્યે જ જાણતા હશો કે તેને ચહેરા પર લગાવવાના ફાયદાઓ ઘણા છે.
મગફળી તમને સૂર્યના હાનિકારક કિરણોથી યુવી પ્રોટેક્શન આપે છે. તેમાં રહેલા વિટામીન B અને Eમાં એન્ટિએજિંગ ગુણસમાયેલા હોય છે. આ સિવાય એન્ટીઓક્સીડેન્ટ હોવાને કારણે તે ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે તેને ડીપ ક્લીન્ઝીંગ પણ કરવામાં મદદરુપ બને છે
પીનટ સ્ક્રબ બ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે અને તાજગીનો અહેસાસ થાય છે. તેને બનાવવાની રીત પણ સરળ છે.તો ચાલો જોઈએ કઈ રીતે બનાવી શકાય છે
- તેને બનાવવા માટે મગફળીને પીસીને તેનો પાવડર બનાવી લો.
- હવે આ બે ચમચી આ પાવડર લો અને તેને એક વાટકીમાં નાખો
- આ મગફળીના પાવડરમાં અડધી ચમચી કોફી પાવડર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
- હવે આ બન્ને પાવડરની અંદર મધ અથવા પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટતૈયાર કરીલો
- હવે આ પેસ્ટથી ચહેરાને સ્ક્રબ કરો. જો તમે ઈચ્છો તો તેને ફેસ પેકની જેમ ચહેરા પર 10 મિનિટ સુધી રાખી શકો છો.
- આમ કર્યા બાદ છેલ્લે તેને ઠંડા પાણીથી ધોઈ લો. તમને તમારા ચહેરા પર ચમક જોવા મળશે.આ સ્ક્રબનું કામ કરે છે અને ચહેરા પર ચમક લાવે છે.