બલૂચિસ્તાન આર્મીએ કર્યો પાકિસ્તાનના આર્મી કેમ્પ પર હુમલો, પાકિસ્તાનના 100 જવાન શહીદ: રિપોર્ટ
- બલૂચિસ્તાન આર્મીનો પાકિસ્તાન આર્મી પર હુમલો
- પાકિસ્તાન આર્મીના 100 જવાન શહીદ
- બલૂચિસ્તાન આર્મીએ પાકિસ્તાનના આર્મી કેમ્પ પર કર્યો હુમલો
દિલ્હી: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પણ આઝાદી માટે એવી માંગ ઉઠી છે કે તે હવે પાકિસ્તાનને નુક્સાન કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્મી દ્વારા બલૂચિસ્તાનના લોકો પર અનેકવાર અત્યાચાર કરવામાં આવતા હોવાના સમાચાર આવતા હોય છે પણ આ વખતે બલૂચિસ્તાનની આર્મી દ્વારા પાકિસ્તાનની આર્મી પર હુમલો કરવામાં આવ્યો જેમાં પાકિસ્તાન આર્મીના 100 જવાન શહીદ થયા છે.
જાણકારી અનુસાર બલોચ લિબરેશન આર્મી નામના વિદ્રોહી સંગઠને બલૂચિસ્તાનમાં આવેલા પાકિસ્તાની આર્મીના બે કેમ્પો પર હુમલો કર્યો છે. પાકિસ્તાની લશ્કરે વળતો હુમલો કરીને 15 હુમલાખોરોને ઠાર કર્યા હતા. આ હુમલા બલૂચિસ્તાનના પંજગુર અને નૂશકીમાં આવેલા આર્મી કેમ્પોને નિશાન બનાવીને થયા હતા.
પાકિસ્તાનના ગૃહ મંત્રી શૈખ રાશિદ અહેમદે એક વીડિયો મેસેજ જારી કરીને કહ્યું હતું કે બલૂચિસ્તાનાનના પંજગુર અને નૂશકી જિલ્લામાં આતંકી હુમલા થયા હતા. જેમાં ચાર સૈનિકો માર્યા ગયા છે. આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. પાકિસ્તાની સરકારે મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા હોવાનું સ્વીકાર્યું ન હતું.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ આતંકવાદી હુમલા અંગે કંઈક જુદી જ માહિતી ટ્વીટ કરી હતી. ઈમરાન ખાને આતંકવાદીઓને ઠાર કરવા બદલ સૈનિકોની પ્રશંસા કરી હતી. જોકે, અહેવાલોમાં દાવો થયો હતો કે પાકિસ્તાની સૈન્યએ સૈનિકોના મૃત્યુનો સાચો આંકડો જાહેર કર્યો નથી.