‘રિયલ લાઈફમાં પુષ્પા ઝુકશે અને પકડાઈ પણ જશે..’, પોલીસ અધિકારીની ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ
દિલ્હીઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્યાને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. દરમિયાન આ ફિલ્મથી પ્રેરાઈને ચંદનની તસ્કરી કરનારા શખ્સને મહારાષ્ટ્ર પોલીસે ઝડપી લીધો હતો. એક પોલીસ અધિકારીએ આ તસ્કરનો ફોટો સોશિયલ મીડિયામાં શેયર કરીને લખ્યું છે કે, ‘રિયલ લાઈફમાં ‘પુષ્યા ઝુકશે અને પકડાઈ પણ જશે…’ ઉચ્ચ પોલીસ અધિકારીની આ ટ્વીટ ખુબ વાયરલ થઈ છે અને લોકો તેની ઉપર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
Smuggler inspired by 'Pushpa' movie attempts to smuggle red sandalwood, get caught by the police.
In reel life- 'पुष्पा' झुकेगा नहीं।
In real life – 'पुष्पा' झुकेगा भी, धरा भी जायेगा। pic.twitter.com/GH7SUArLaA— Sukirti Madhav Mishra (@SukirtiMadhav) February 3, 2022
હાલ બોલીવુડની ‘પુષ્યા ધ રાઈઝ’ ફિલ્મ ચર્ચામાં છે. દરમિયાન એક આઈપીએસ અધિકારીની ટ્વીટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. લાલ ચંદનની તસ્કરી કરનારા એક આરોપીને પકડ્યા બાદ આઈપીએસએ પોતોના ટ્વીટમાં લખ્યું છે કે, રીયલ લાઈફમાં પુષ્યા ઝુકશે અને પકડાઈ પણ જશે. આ ટ્વીટ ઉપર અન્ય યુઝર્સ વિવિધ રિએકશન આપી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના શામલી જિલ્લાના એસપી સુકિર્તી માધવ મિશ્રાએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું છે. જેમાં કહ્યું છે કે, ‘રીલ લાઈફમાં પુષ્પા ઝુકેગા નહીં પરંતુ રીયલ લાઈફમાં હવે પુષ્યા ઝુકશે અને પકડાઈ પણ જશે’.
कच्चा खिलाड़ी था,
कोई प्लान ऑफ एक्शन होता है
ऐसे थोड़े की #Pushpa देखी औऱ
सोच लिया आज स्मगलिंग कर लेते हैपुलिस भी सिम्बा,सिंघम, सूर्यवंशी देख चुकी है
😆😆 https://t.co/3sHuz4yQrM— A.K Gautam (@Agautm179) February 4, 2022
મગારાષ્ટ્ર પોલીસે લાલ ચંદનની તસ્કરીમાં સંડોવાયેલા એક તસ્કરને ઝડપી લીધો હતો. આ તસ્કર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાથી પ્રભાવિત થયો હતો તેણે પોતાની ટ્રકમાં લાલ ચંદન છુપાવ્યું હતું. તેમજ તેની ઉપર ફળના બોક્સ મુક્યાં હતા. એટલું જ નહીં ટ્રક ઉપર કોરોના આવશ્ય ઉત્પાદકનું સ્ટીકર પણ લગાવ્યું હતું. આમ પોલીસને ચકમો આપવાના તમામ પ્રયાસો કર્યો હતો. જો કે, આ અંગે પોલીસને પહેલાથી જ ચોક્કસ બાતમી મળી હતી. જેથી નાકાબંધી કરીને લાલ ચંદન ભરેલા ટ્રકને ઝડપી લીધો હતો. આરોપીના ફોટો શેયર કરીને ઉચ્ચ પોલીસ અધિકારીએ ટ્વીટ કર્યું હતું. જે ખુબ વાયરલ થઈ રહ્યું છે. આઈએએસ અધિકારી અવનીશ શરણએ ટ્વીટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘બિચારો પુષ્યા’. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, ‘પોલીસને ફ્લાવર સમજવાની ભૂલ કરી દીધી.. તેને ક્યાં ખબર હતી કે પોલીસવાળા ફાયર છે’.. મોટાભાગના યુઝર્સે પોલીસની કામગીરીના વખાણ કર્યાં છે.