રાજકોટ: ફરી ઠંડીમાં થયો થોડો વધારો, તાપમાનનો પારો ગગડ્યો
- ઠંડીમાં ફરી થોડો વધારો થયો
- સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર
- રાજકોટમાં સામાન્ય ઠંડીની અસર વર્તાઇ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં રાજકોટ સહીત – કચ્છમાં ઠંડીમાં થોડા દિવસ રાહત રહ્યા બાદ આજથી ઠંડીમાં થોડા વધારો થયો છે. આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર 6 ડિગ્રીનોંધાઈ છે. જ્યારે રાજકોટમાં સામાન્ય ઠંડીની અસર વર્તાઇ છે અને લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયુ છે.
જુનાગઢ સોરઠમાં એક જ દિવસમાં 6 ડિગ્રી ઠંડી વધતા વાતાવરણ ટાઢુંબોળ થઇ ગયું છે. નલીયામાં 8.9 ડિગ્રી ગાંધીનગરમાં 8.7, દિવ 10.0, અમદાવાદ 10.5 થયું છે.
જૂનાગઢ ખાતે ગઇ કાલે લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો સવારે 6.1 ડિગ્રી નીચે ઉતરીને 11.3 ડિગ્રીએ સ્થિર થતા ઠંડીનું મોજું ફરી વળ્યુ હતું . જૂનાગઢના ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 6 ડિગ્રી થઇ જતા પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.