ઉત્તરપ્રદેશઃ સહારનપુરમાં પોલીસે 10 દિવસમાં હથિયાર બનાવવાની 8 ફેકટરીનો કર્યો પર્દાફાશ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સહારનપુર પોલીસે ગેરકાયદે હથિયારોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે 10 દિવસના સમયગાળામાં ગેરકાયદે હથિયારો બનાવવાની 8 ફેકટરીઓ ઝડપી લેવામાં આવી છે. તેમજ 200થી વધારે નિર્મિત અને અર્ધનિમિત પિસ્તોલ તથા બંદુક જપ્ત કરવામાં આવી છે. તેમજ આરોપીઓને પણ ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સહારનપુર પોલીસે થાના મંડી વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદે હથિયાર બનાવવાની ફેકટરી ઝડપી લેવામાં આવી હતી. દરોડામાં 94 પિસ્તોલ અને બંદૂક જપ્ત કરવામાં આવી હતી. તેમજ હથિયાર બનાવવાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે હયાત કોલોની, ખાતા ખેડૂ વિસ્તારમાં એક ફેકટરી ઉપર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી રાઈફલ, કન્ટ્રી મેડ પિસ્ટલ, તમંચો બનાવવાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી મોહસિન તથા શહજાદ નામના બે યુવાનોને ઝડપી લેવામાં આવ્યાં હતા. જ્યારે ત્રોજો આરોપી શફીક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે દરોડામાં 24 કન્ટ્રી મેડ પિસ્ટલ, 315 બોર સાત ડબલ બેરલ કન્ટ્રી મેડ રાઈફલ સહિતનો મોતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સહારનપુર જનપદમાં બીજા તબક્કામાં 14મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. જેને પગલે પોલીસ દ્વારા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં હથિયારોને પકડી લેવા માટે પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સહારનપુર પોલીસની કામગીરીને પગલે અસામાજીક તત્વોમાં ભય ફેલાયો છે.