સાહિન મુલતાનીઃ-
- નારિયેળ તેલથી કાંટ દૂર થાય છે
- મશિનમાં આવતા અવાજને બંધ કરવા એ તેલ ઉપયોગી
નારિયેળ તેલથી વાળ ખૂબજ સુંદર બને છે તે તો આપણે સૌ કોઈ વર્ષો વર્ષથી સાંભળતા આવીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ, વાળને કાળા ઘટ્ટ રેશમી અને સુંદર બનાવવા માટે નારિયેળનું તેલ સૌથી બેસ્ટ ઓપ્શન છે, જે નેચરલ હોવાથી વાળને નુકશાન પણ નથી પહોંચતું ,પરંતુ નારિયેળ તેલના બીજા ઘણા ઉપયોગ છે જેનાથી આપણે ઘણો ફાયદો મળવી શકીએ છે, આ સાથે જ ઘરેલું કામને સરળ પણ બનાવી શકીે છીએ ,
નારિયેળ તેલને વાળમાં લગાવવા સહિતના કેટલાક ઉપયોગો
લોખંડની વસ્તુઓનો કાટ દૂર કરવામાં
નારિયેળ તેલ ખાસ કરીને જો તમારા કિચનની ચપ્પુ ,કે કાપડ કાપવાની કાતર પર કાંટ લાગી ગયો હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે, જ્યા કાંટ લાગ્યો હોય ત્યા નારિયેળ તેલ લાગીને 10 મિનિચ રહેવા દો ત્યાર બાદ કોટનથી તેને સાફ કરીલો આમ કરવાથી કાંટ દૂર થશે
બારી બારણના આગળામાં
બારી કે દરવાજાના આગળો કે કળી જો ખૂબ જ ટાઈટ હોય તો તેના માટે પણ નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ાગળો ખૂબ ટાઈટ થઈ જાય. ત્યારે તેના પર 4 થી 5 ટિપા નારિયેળ તેલ નાખીને રહેવાદો આમ કરવાથી બારી કે બારણાના આગળાઓ સરળતાથી ખોલ બંધ કરી શકાય છે.
પંખા કે મશિનમાં આવતા અવાજને બંધ કરવામાં
પંખા,મશીન કે પછી કોઈ કપડાનો સંચો જ્યારે ચાલતો હોય અને ત્યારે તેમાંથી કચૃ કચડ અવાજ આવતો હોય ત્યારે નારિયેળ તેલ ખૂબ કામની વસ્તુ સાબિત થાય છે, કપડા સિવવાના સંચામાં ઓીલ કરવાથી વણજોતો અવાજ આવતો બંધ થી જાય છે, તેજ રીતે ઓઈલની જગ્.ા એ પંખા પર આ તેલ લગાવવાથી પંખામાંથી આવતો એવાજ પણ બંધ થી જાય છે.
વાગ્યું હોય તેની ચામડીને નરમ કરવામાં
સામાન્ય રીતે જ્યારે આપણાને વાગ્યું હોય છે ત્યારે બે ત્રણ ગિવસ બાદ તે ચામડી સંકોચવા લાગે છે અને કોરી થઈ જાય છે જેને લઈને આપણી સ્કિન ખૂબ ખેંચાવા લાગે છે આવી સ્થિતિમાં આ જગ્યા એ નારિયેળ તેલ લાગાવું, દિવસના 2 -3 વાર નારિયેળ તેલ ઈજા વાળઈ ચામડી પર લગાવવાથી ચામડીમાં જલ્દી રુધ આવે છે, અને ચામડી ખેંચાતી પણ નથી
નાના બાળકોના નાક માટે
જ્યારે બાળક નાનું હોય ત્યારે તેને નાકમાંથી શેડા આવતા હોય છે, ઘણી વાર બાળકના શેડા સુકાઈ જતા તેની ચામડી ડ્રાય બની જાય છે ાવી સ્થિતિમાં બાળકોના નાક પર નારિયેળ તેલ લગાવવાથી નાકની ચામડી નરમ પડે છે, અને સુકાઈ ગયેલી નીટને તમે સરળતાથી કોટનના રુમાલ વડે સાફ કરી શકો છો.