કોરોનાના કારણે અમેરિકામાં નોંધાયો સૌથી વધુ મૃત્યુઆંક – માત્ર 2 મહિનામાં 1 લાખથી વધુ મોત
- અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ મોત
- માત્ર 2 મહિનામાં 1 લાખ દર્દીઓના મોત
- કુલ મોતનો આકંડો 9 લાખને પણ પાર
દિલ્હીઃ- સમગ્ર વિશઅવભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે દેશભરમાં કોરોનાના કેસોમાં વઘધટ થી રહી છે, તો બીજી તરફ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ મોત નોંધાયા છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે યુએસમાં કોરોનાના નવા 3 લાખ 71 હજાર 447 કેસની સામે 4 હજારથી વધુના મોતના એહેવાલ મળી રહ્યા છે.આ સાથે જ હવે અમેરિકામાં કોરોનાથી મરનારા દર્દીઓનો આંકડો 9 લાખને વટાવી ગયો છે.આ આકંડો બે મહિના પહેલા જ 8 લાખ હતો, જેખી એમ કહી શકાય કે માત્ર 2 મહિનાની અંદર અમેરિકામાં 1 લાખથી પણ વધુ લોકો કોરોનામાં મોતને ભેંટ્યા છે
ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનન પૂરઝડપે ફેલાવાના કારણે બે મહિનામાં આ દેશમાં કોરોનાના મોતનો આંક નવ લાખનો આંક પાર કરી ગયો હતો, હવે યુએસમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે. મોતનો આંકડો હાલ રોજના સરેરાશ 2 હજાર 400 મોત જેટલો ઉંચો રહ્યો છે