કોંગ્રેસનો શ્રમદાન કરીને અનોખો વિરોધ, જામનગરમાં ખાડાં પુરીને કોંગ્રેસે લોકોપયોગી કાર્યો કર્યા
જામનગરઃ શહેરમાં કોંગ્રેસે લોકોપયોગી કાર્યોમાં જોતરાઈને સરકારનો વિરોધ કરવાને કાર્યક્રમ આપતા તેની લોકોમાં પણ પ્રસંશા થઈ રહી છે. સરકારી તંત્ર કે શાસકો સામે અન્ય રાજકીય પક્ષો કે વિપક્ષ અનેક વિરોધ વ્યકત કરતા હોય છે. કેટલીક વાર કેટલાક પક્ષ કે સંગઠનો વિરોધની રોષ વ્યકત કરીને સરકારી મિલ્કતોને નુકશાન કરતા હોવાના બનાવ બનતા હોય છે. પરંતુ જામનગર મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ પોતાના વિરોધ વ્યકત કરવા માટે અનોખી પહેલ કરી હતી. વિરોધ વ્યકત કરવા કોઈ તોડફોડ નહી પરંતુ તે કામ તંત્રએ કરવાનું હોય ત્યાં શ્રમદાન કરીને લોકઉપયોગી કામ કરી બતાવ્યુ હતું.
જામનગર શહેરમાં કોંગ્રેસ દ્રારા કોરોના મૃત્યુ પામેલા લોકોના વારસદારને ચાર લાખની સહાય તથા અન્ય માંગણી માટે પદયાત્રા કરીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જે વખતે શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ , કોર્પોરેટ, ધારાસભ્ય અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમની આ પદયાત્રા શરૂ થાય પહેલા માર્ગમાં ખાડાઓ નજરે પડયા હતા. શહેરના જે માર્ગેથી કલેકટર સહિતના અધિકારીઓ પસાર થાય તે રોડ પર મોટા ખાડાઓ હતા. જયાં વાહનચાલકોને મુશકેલી થતી હોવાનુ જાણમાં આવ્યુ. આથી વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ આ વખતે વિરોધ વ્યકત કરવા માટે અનોખી પહેલ કરી .પદયાત્રા શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરો એકઠા થતા સ્થાનિકોએ પોતાની ફરીયાદ નેતાઓને કરી હતી. તંત્રને રજુઆત કે ફરિયાદ કરવા કરતા કોંગ્રેસના કાર્યકરો, નેતાઓએ શ્રમદાન શરૂ કર્યુ અને રસ્તા પરના ખાડા પૂરવામાં આવ્યા હતા.
ટુટેલા માર્ગને રીપેર કરવાની નેમ લેતાની સાથે નજીક પડેલી માટી અને કાંકરી પર નજર પડી અને આસપાસથી પાવડા અને તગરાને શોધી લાવ્યા. અને સાથી હાથ બઢાના સુત્ર સાથે મહિલાઓ અને કાર્યકરો મીનીટોમાં રોડ ફરી રીપેર કર્યો. કલેકટર કચેરી આ માર્ગ પર આવેલી છે. તેથી મોટાનાભાગના અધિકારીઓ આ મુખ્ય માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ સ્થાનિકોની મુશકેલી સરકારી તંત્રને દેખાતી નથી. ત્યારે કોંગ્રેસેના કાર્યકરો એક ટીમ બનીને વિરોધની અનોક પહેલ કરી અને રસ્તાને રીપેર કર્યો. રજુઆત કરવી કે ફરિયાદ કરવી તે કરતા કાર્યકરોએ ખુદ સમસ્યાનુ સમાધાન શોધીને તેને ત્વરીત નિકાલ કરવા મહેનત કરી હતી.