- કારેલા અને મેથી ભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી
- શાકમાંથી કડવાશ દૂર કરવા કેટલીક રીત જૂઓ
સામાન્ય રીતે કારેલા ખૂબ સ્વાદમાં કડવા હોય છે એજ રીતે મેથીની ભાજી પણ કડવી હોય છે પરંતુ મહત્વની વાત એ છે કે આ બન્ને શાક ભઆજી સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી હોય છે, પરંતુ તેના કડવાપણાના કારણે ઘણા લોકોને આ શાક પસંદ નથી, જો કે હવે તમારે આ શાક ખાવું જોઈએ જેથી તમે તમારા આરોગ્યને હેલ્ધી બનાવી શકો ,
હવે જ્યારે પમ આ બન્ને શાકભાજી બનાવો ત્યારે આ ટ્રિક ટોક્કસ અપનાવજો જે ્મે તમને જણાવી રહ્યા છીએ, જેનાથી શાકમાંથી કડવાશ દૂર થશે અને શાકની મજા બમણી થશે, આ સાથે જ તમારા ના ભાવતા શાક તમારા પ્રિય પણ બની જશે.
કારેલાની ક઼વાશ આ રીતે કરો દૂર
- કારેલાંની ક છાલ ઉતારી તેની પર લોટ અને મીઠાંનો મિશ્રણ લગાવીને એક કલાક માટે મૂકી રાખો. ત્યારબાદ આ મિશ્રણને ધોઈ નાખો. હવે કારેલાંનું શાક કડવું નહીં લાગે.
- કારેલાંને ચીરો પાડીને ચોખાનાં પાણીમાં અડધા કલાક સુધી મીઠાવાળા પલાળીને મૂકો. ત્યારબાદ કારેલાંની કડવાશ એકદમ ઓછી થઈ જશે.
- કારેલાં બનાવતા પહેલાં તેને કાપીને મીઠું ભભરાવીને રહેવા દો ત્યાર બાદ શાક બનાવતા વખતે તેને બન્ને હાથમાં બદાવી નીચવી લો અને ફરી સાદા પાણીથી બે વખત કારેલા ઘોવો આમ કરવાથી કડવાશ દૂર થશે
- કારેલાનું જ્યારે ભરેલું શાક બનાવવું હોય ત્યારે તેમાં શીંગદાણાનો પાવડર મિક્સ કરવો જેથી કારાલેના શાકનો ટેસ્ટ કડવો નહી લાગે
- ગ્રેવી વાળા કારેલા બનાવતી વખતે ગ્રેવીમાં પાણી સાથે બેસનનો લોટ એડ કરવો જેથી કડવાશ દૂર થાય અને શાક ટેસ્ટિ બનશે
મેથી ભાજીની કડવાશ આ રીતે દૂર કરો
- મેથીની ભાજીનું શાક બનાવવું હોય ત્યારે તેમાં બેસન ચોક્કસ એડ કરવું જેથી એક સારી ગ્રેવીની સાથે સાથે મેથીની કડવાશ દૂર થાય
- ખાલી મેથીની ભાજી બનાવી રહ્યા છો તો જ્યારે મેથી થોડી સંતળાય જાય ત્યારે તેમાં લીબુંનો રસ એડ કરવો જેથી મેથીની કડવાશ દૂર થશે અને શાક ટેસ્ટિ બનશે
- મેથીની ભાજીમાં બાજરીનો લોટ પમ એટ કરી શકો છો જેનાથી કડવાશ દૂર થાય છે
- મેથીનું શાક બનાવો ત્યારે તચેમાં બાફેલા બટાકાને ક્રશ કરીને એડ કરી લેવા જેથી શાક સ્વાદિષ્ટ બનશે અને કડવાશ પણ દૂર થશે
- મેથીના શાકમાં તમે લીલી તુવેરના દાણા અને વટાણા એડ કરીને શાક બનાવશો તો મેથીની કડવાશ ઓછી થઈ જશે.