‘ગંગુબાઈ કાઠીયાવાડી’ ફિલ્મને યુએ સર્ટિફિકેટ – આલિયા ભટ્ટની આ ફિલ્મ માંથી કેટલાક સીન હટાવાયા
- આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીમાંથી કેટલાક સીન કટ થયા
- ફિલ્મને યુએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું
મુંબઈઃ- સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી ને લઈને ઘણી ચર્ચાઓ છે, આ ફિલ્મની દર્શકો આતપરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ફિલ્મ રિલીઝ થાય તેના થોડા જ દિવસો પહેલા આ ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો કાપી નાખવામાં આવ્યા છે કારણ કે આ ફિલ્મને યુએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણેસેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને UA પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સાથે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને પણ ફિલ્મના કેટલાક દ્રશ્યો પર કટ લાગ્યા છે. આ ફિલ્મમાં હવે 4 ફેરફારો થયા છે જેમાં 2 સીન પણ કાઢી નખાયા છે.તો બે ડાયલોગ્સ પણ કાઢવામાં આવ્યા છે.
જો કે આ સીન અને ડાયલ્ગોસ્થી ફિલ્મ માત્ર 2 મિનિટ ચૂંકી થી છે.વધારે કોઈ ફરક પડ્યો નથી, આ ફિલ્મમાં દેશના પહેલા પીએએ પ્રથમ જવાહરલાલ નેહરુને ગંગુબાઈ પર ગુલાબ લગાવતા સીન બતાવામાં આવ્યા હતા જે હવે બદલવામાં આવ્યા છે
આ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ગંગુબાઈ હરજીવનદાસના વાસ્તવિક જીવન પર આધારિત છે. જે ‘મુંબઈની માફિયા ક્વીન’ પુસ્તકમાંથી બનાવામાં આવી છે.