હિજાબ વિવાદ મામલે ચર્ચામાં આવેલી મુસ્કાનના નામ પરથી બનશે ઉર્દુઘર -માલેગાંવના મેયરની જાહેરાત
- હિજાબ વિવાદમાં અલ્લાહુ અકબરના નારા લાગ્વયા હતામુસ્કાને
- મુસ્કાનના નામ પરથી માલેગાંવમાં બનશે ઉર્દુ ઘર
- મેયર તાહિરા શેખે આ બાબતે કરી જાહેરાત
દિલ્હીઃ- કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદે દેશભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, તેની ચિંગારી ગદેશના બીજા રાજ્યોમાં પણ લાગી છે.ત્યારે હવે ફરી એક વખત હિજાબ વિવાદ ચર્ચામાં આવે તો નવાઈની વા નહી હો. કારણ કે થોડા સમય પહેલા કર્ણાટકમાં જે મુસ્કાન નામની યુવતીએ અલ્લાહું અકબરના નારા લગાવ્યા હતા તેના નામ પરથી ઉદ્રુ ઘર બવનાવાની જાહેરાત કરવામાં આવી છે
મહારાષ્ટ્રના માલેગાંવના મેયર તાહિરા શેખ કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને હેડલાઈન્સ બનાવી રહેલા મુસ્કાનથી પ્રભાવિત થઈને માલેગાંવમાં ઉર્દૂ ઘરનું નામ મુસ્કાન ખાનના નામ પર રાખવામાં આવશે તેમ જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે મુસ્કાન કે જે મુસ્લિમ છોકરીઓના વિરોધનો ચહેરો બની ગઈ છે. મુસ્કાન એ જ વિદ્યાર્થી છે જેણે કોલેજમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા. મેયરની આ જાહેરાત બાદ હિજાબ વિવાદે નવો વળાંક લીધો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ રાજકીય સંગઠન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
માલેગાંવ, મહારાષ્ટ્રના મેયર, તાહિરા શેખ, મુસ્કાન ખાનથી ખૂબ પ્રભાવિત છે, એક વિદ્યાર્થી જે કર્ણાટકમાં ડ્રેસ કોડ નિયમ સામે મુસ્લિમ છોકરીઓના વિરોધનો ચહેરો બની હતી. શેખે કહ્યું કે માલેગાંવમાં એક ઉર્દૂ ઘરનું નામ મુસ્કાન ખાનના નામ પર રાખવામાં આવશે, જે હિજાબ વિવાદમાં મુસ્લિમ છોકરીઓનો અવાજ બની હતી.
તાહિરા શેખે વધુમાં કહ્યું કે જો તેની જગ્યાએ કોઈ હિન્દુ હોત તો પણ અમે પણ આવું જ કર્યું હોત. નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં શરૂ થયેલો હિજાબ વિવાદ હવે કર્ણાટક સરકાર માટે આકરો બની ગયો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરીને વિરોધ કરી રહી છે. હાલમાં જ પ્રદર્શન દરમિયાન મુસ્કાને કોલેજમાં અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા.અને મુસ્કાન ચર્ચામાં આવી હતી