ઈસરોનું નવું મિશન થોડી વારમાં થશે લોંચ – સવારે 5:59 મિનિટ પર પીએસએલવી-સી52 ઈઓએસ-04 સાથે ઉડાન ભરશે
- ઈસરોનું નવું મિશન આવતીકાલે બનશે સફળ
- 5:59 વાગ્યે PSLV-C 52 EOS-04 સાથે ઉડાન ભરશે
દિલ્હીઃ- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સતત પોતાના મિશનને સફળ બનાવના પ્રયત્નોમાં છે ત્યારે વર્ષ 2022ના પ્રથમ મિશનનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે PSLV-C52 મિશન આજે થોડી જ વારમાં ફેબ્રુઆરીના સવારે 5:59 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.તેના દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-04 અવકાશમાં મોકલવામાં આવશે.
- ઈસરોએ એક ટ્વિટમાં જણાવ્યું કે PSLV-C52, EOS-04 મિશનના પ્રક્ષેપણ માટે 25 કલાક 30 મિનિટનું કાઉન્ટડાઉન ગઈકાલથી જ શરુ થઈ ગયું છે. 1,710 વજનવાળા EOS-04ને PSLV-C52 દ્વારા 529 કિમી ઊંચી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
- ઈસરોએ કહ્યું કે EOS-04 એક રડાર ઈમેજિંગ ઉપગ્રહ છે. તેનો ઉપયોગ પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાના ફોટો લેવા માટે કરવામાં આવશે.
- આ સાથે જ તે કૃષિ, વનસંવર્ધન, વૃક્ષારોપણ, જમીનની ભેજ, પાણીની ઉપલબ્ધતા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોના નકશા તૈયાર કરવામાં મદદ કરશે.
- ઈન્સ્પાયર સેટ-1: આ ઉપગ્રહને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા યુનિવર્સિટી ઓફ કોલોરાડોની સ્પેસ ફિઝિક્સ એન્ડ એટમોસ્ફેરિક લેબોરેટરી સાથે મળીને વિકસાવવામાં આવ્યો છે.
- INS-2TD: એકસાથે લોન્ચ થનારો આ ISROનો બીજો ઉપગ્રહ છે. તે ભારત અને ભૂટાનના સંયુક્ત ઉપગ્રહ INS-2V પહેલા વિકસિત અને મોકલવામાં આવી રહ્યું છે.
આ 21મો ઉપગ્રહ છે જે ISRO PMD કરી રહ્યું છેISROએ કહ્યું કે INSAT-4Bને 24 જાન્યુઆરીએ ડિ-કમીશન કરવામાં આવ્યું છે અને પોસ્ટ મિશન ડિસ્પોઝલને મોકલવામાં આવ્યું છે. PMD મોકલવાનો અર્થ એ છે કે ઉપગ્રહે તેનો સમય પૂરો કરી લીધો છે અને હવે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે