જો તમને ટ્રેનના પાટા પર સેલ્ફી લેવાનો શોખ છે તો ચેતી જજો – ત્રણ યુવાનો ટ્રેન સામે પટકાતા બે નામોત
- ચાલુ ટ્રેનમાંથી સેલ્ફી પાડવી ભારે પડી
- સેલ્ફીએ બે યુવકોના જીવ લીઘા
- એક યુવક ગંભીર
દિલ્હીઃ- આજકાલના યુવક યુવતીઓમાં સેલ્ફી અને ફોટો પાડવાનો ક્રેઝ ેટલી હદે વધી રહ્યો છે કે લોકો ભાન ભૂલ્યા છે, આવા ઘેલા શોખ ઘરાવતા લોકો ચાલુ વાહનો નદીના કિનારાઓ પર ઊંચા પહાડો પર બસ સેલ્ફી ક્લિક કરે છે અને જીવને જોખમમાં મૂકે છે, આવીજ ઘટના પશ્વિમ બંગાળમાંથી સામે આવી છે.
પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે જણાવ્યું કે મેદિનીપુરમાં રેલવે લાઇન પર સેલ્ફી લેતી વખતે આ અકસ્માત થયો હતો. જેમાં 36 વર્ષીય મિથુન ખાન અને 32 વર્ષીય અબ્દુલ ગેઈનનું મોત થયું હતું.
આ ઘટના પશ્વિમબંગાળના મેદિનીપુરની છે, જ્યા રેલ્વે પુલ પાસે એક પિકનિક સ્થળ છે. અહીં યુવાઓનો એક સમૂહ પિકનિક માટે આવ્યા હતા. આ જૂથના ત્રણ યુવક સેલ્ફી લેવા માટે રેલવે ટ્રેક પર ગયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે આજ સમયે મેદનીપુરથી હાવડા જતી લોકલ ટ્રેન લાઇન પર આવી , ટ્રેનના ડ્રાઇવરે ઘડી ઘડી હોર્ન પણ વગાડ્યો પરંતુ યુવકો તેમની મસ્તીમાં જ મસ્ત હતા.ત્યાર બાદ ટ્રેનની ચપેટમાં ત્રણ લોકો આવી ગયા અને તેમાંથી બેના ઘટના સ્થળે જ મોત થયા.
આ ઘટના થતા પોલીસ દોડ઼ી આવી હતી.પોલીસે જણાવ્યું હતું કેરેલ્વે ક્રોસિંગ પર ફોટો પડાવવાની મનાઈ હોવા છત્તા લોકો આમ કરતા હોય છે પરિણામે પોતાના જીવનો ભોગ બને છે.