1. Home
  2. ગુજરાતી
  3. ગોવા વિધાનસભા ચૂંટણીઃ 40 બેઠકો ઉપર 301 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થતાં
ગોવા વિધાનસભા ચૂંટણીઃ 40 બેઠકો ઉપર 301 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થતાં

ગોવા વિધાનસભા ચૂંટણીઃ 40 બેઠકો ઉપર 301 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થતાં

0
Social Share

મુંબઈઃ ગોવામાં વિધાનસભાની 40 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલુ થયું હતું. વિધાનસભાની 40 બેઠકો ઉપર 301 ઉમેદવારો ચૂંટણીંજગમાં ઉતર્યાં છે. ગોવામાં લગભગ 11 લાખથી વધારે મતદારો 301 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટે મતદાન શરૂ થતાની સાથે જ સવારથી મતદાન કેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ગોવામાં 40 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 80 ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળે છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા 300થી વધારે ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં છે. આગામી તા. 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દરમિયાન ગોવામાં બપોરના 3 કલાક સુધીમાં લગભગ 60.18 ટકા જેટલુ મતદાન થયું હતું. આ ઉપરાંત સવારે 11 કલાકમાં 26.63 ટકા જેટલુ મતદાન થયું હતું. બપોરના એક કલાક સુધીમાં ગોવા વિધાનસભાની 40 બેઠકો ઉપર 44.63 ટકા મતદાન થયું હતું.

ગોવામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, વિપક્ષના નેતા દિવંગત કામત, પૂર્વ સીએમ ચર્ચિલ અલેમાઓ, રવિ નાઈક, લક્ષ્મીકાંત પારસેકર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી વિજય સરદેસાઈ સહિતના મહાનુભાવોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. સીએમ મનોહર પર્રિકરના દીકરા ઉત્પલ પર્રિકરનો મુકાબલો આપના સીએમ કેન્ડીડેટ અમિત પાલેકર સાથે છે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અમિત પાલેકરએ જણાવ્યું હતું કે, ગોવાના લોકો ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે વોટ કરી રહ્યાં છે. 10 માર્ચ સુધી રાહ જોવો આપણે ફેરફારના સાક્ષી બનીશું. ગોવામાં સવારે 9 કલાક સુધીમાં 11.04 ટકા મતદાન થયું હતું. ગોવામાં મતદાન પહેલા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ પોતાની પત્ની સાથે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટોંગરૂમમાં રાખવા માટે લઈ જવાયાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code