1. Home
  2. ગુજરાતી
  3. શ્રી હરિકોટાથી PSLV-C52 લોન્ચ કરાયું, ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ અભિયાન
શ્રી હરિકોટાથી PSLV-C52 લોન્ચ કરાયું, ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ અભિયાન

શ્રી હરિકોટાથી PSLV-C52 લોન્ચ કરાયું, ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ અભિયાન

0
Social Share

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, (ISRO) એ સોમવારે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી ધ્રુવીય પક્ષેપણ યાન PSLV-C52 લોન્ચ કર્યું હતું.. PSLV-C52 મિશનએ ત્રણ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. વર્ષ 2022 માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું આ પહેલું મિશન છે.

પૃથ્વી-નિરીક્ષક ઉપગ્રહ EOS-04ને PSLV-C52 દ્વારા ભ્રમણકક્ષામાં મોકલવા માટે 25 કલાકની ગણતરી રવિવાર સવારથી શરૂ થઈ ગઈ હતી. તેનું પ્રક્ષેપણ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી સોમવારે સવારે થયું હતું. ધ્રુવીય પક્ષેપણ યાન તેની સાથે બે નાના ઉપગ્રહો પણ લઈ જશે. EOS-04 એ ‘રડાર ઇમેજિંગ સેટેલાઇટ’ છે જે તમામ હવામાન પરિસ્થિતિઓમાં અને કૃષિ, વનસંવર્ધન અને વાવેતર, જમીનની ભેજ અને જળવિજ્ઞાન અને ફ્લડ મેપિંગ જેવી એપ્લિકેશન્સમાં ઉચ્ચ ગુણવત્તાની છબીઓ પ્રદાન કરવા માટે રચાયેલ છે.

પીએસએલવી બે નાના ઉપગ્રહોનું પણ વહન કરી રહ્યું છે, જેમાં કોલોરાડો યુનિવર્સિટી, બોલ્ડરમાં વાતાવરણીય અને અવકાશ ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળાના સહયોગથી બનેલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (IIST) ના ઉપગ્રહ ઈન્સ્પાયરસેટ-1નો સમાવેશ થાય છે.

એનટીયુ, સિંગાપોર અને એનસીયુ, તાઇવાનએ પણ આમાં સહયોગ આપ્યો છે. આ ઉપગ્રહનો હેતુ આયોનોસ્ફિયરની ગતિશીલતા અને સૂર્યની કોરોનલ થર્મલ પ્રક્રિયાઓની સમજને સુધારવાનો છે. તે જ સમયે, બીજો ઉપગ્રહ ISROનો ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ (INS-2TD) છે. આ ઉપકરણના રૂપમાં એક થર્મલ ઈમેજિંગ કેમેરા હોવાથી ઉપગ્રહ જમીનની અંદરનું તાપમાન, પાણીનું તાપમાન, વનસ્પતિઓના આકલનમાં સહાય થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code