રશિયા યુક્રેન પર ટૂંક સમયમાં કરી શકે છે હુમલો-યુક્રેને ફેસબુક પર હુમલાની તારીખ જણાવી, અમેરિકી નાગરીકોને તાત્કાલિક દેશ છોડવા રાષ્ટ્રપતિ બાઈડનની સલાહ
- યુક્રેને ફેસબૂક પર હુમલાની તારીક બતાવી
- અમેરિકી રાષ્ટ્રપતિએ નાગરિકોને દેશ છોડવાની સલાહ આપી
દિલ્હીઃ- યુક્રેન વિવાદ ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે હવે યુએસના ેક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખ નહીં પણ 1.30 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે રશિયા આ વીકમાં યુક્રેન પર હુમલો કરી શકે છે. આને જોતા કેટલીક એરલાઈન્સે યુક્રેનની રાજધાની કિવની તેમની ફ્લાઈટ પણ રદ કરી દીધી છે. તે જ સમયે, નાટો દેશોએ પણ રશિયા સાથે સ્પર્ધા કરવા માટે હથિયારોના નવા કન્સાઇનમેન્ટ મોકલ્યા છે.
યુક્રેનથી ત્રિ-માર્ગીય દાવપેચ દરમિયાન રશિયા મોટા બોમ્બ ફેંકવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે યુએસએ પણ બોમ્બર ફાઇટર્સને બ્રિટનમાં તૈનાત કર્યા છે. પરમાણુ બોમ્બથી સજ્જ આ વિમાનોએ ભૂમધ્ય સમુદ્રમાં યુક્રેનની સરહદની આસપાસ પણ ઉડાન ભરી છે.
આ સ્થિને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની પણ સલાહ આપી છે.કારણ કેઆ સમય દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ તેમની એક ફેસબુક પોસ્ટ દ્વારા તણાવની વાતોને વધુ વેગ આપ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું- 16 ફેબ્રુઆરી યુક્રેન પર રશિયાના હુમલાનો દિવસ હશે. ઝેલેન્સકીએ પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે તે તમામ વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવા માંગે છે. તેમણે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે 16 ફેબ્રુઆરીએ હુમલાનો દિવસ હશે.
તેમણે વધુમાં કહ્યું કે અમે તેને એકતા દિવસ બનાવીશું. તેમણે કહ્યું કે આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે.યુક્રેનમાં, બાળકો હોય કે વડીલો, બધા રશિયન હુમલાની સ્થિતિમાં દેશની રક્ષા કરવા માટે લશ્કરી તાલીમ લઈ રહ્યા છે
જોકે રશિયાએ યુક્રેન પર હુમલાની શક્યતાને સતત નકારી કાઢી છે, પરંતુ અમેરિકાએ પોલેન્ડમાં પેરાશૂટ સૈનિકો તૈનાત કર્યા બાદ નાટો દેશોને પાઠ ભણાવવા માટે તેણે હાઇપરસોનિક મિસાઇલોથી સજ્જ મિગ-31 વિમાન તૈનાત કર્યા છે.રશિયાએ આ વિમાનોને તેના કેલિનિનગ્રાડ શહેરમાં તૈનાત કર્યા છે,જે યુદ્ધની સ્થિતિ સર્જવાની વાચતને ચોક્કસ હવા આપી રહી છે.