યુપીમાં ગૃહમંત્રી અમિતશાહે ભરી હૂંકાર – કહ્યું ‘10 તારીખે બીજેપી સરકાર બનાવીશું, 18 ના રોજ મફ્તમાં સિલિન્ડર આપીશું’
- ગૃહમંત્રી શાહે વિપક્ષ પાર્ટી પર કર્યો શઆબ્દીક વાર
- કહ્યું યુપીમાં બનાવીશું બીજેપી સરકાર અને મફ્તમાં સિલિન્ડર આપીશું
લખનૌઃ- તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે ત્યારે બીજેપી પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે પહેલા અને બીજા તબક્કામાં સમાજવાદી પાર્ટી અને બસપાના સુપડાઓ સાફ થશે.
ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપ 300 સીટો તરફ ઝડપથી આગળ વધી રહી છે. 10મીએ રાજ્યમાં ભાજપની સરકાર લાવવા અને મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે.
આજ રોજ ઔરૈયાના દિબિયાપુરમાં આયોજિત જનસભા દરમિયાન અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સપા-બસપા એ 15 વર્ષ સુધી સરકાર ચલાવી, એક પણ ગરીબ ઘર સુધી ગેસ કનેક્શન નથી પહોંચ્યું. જ્યારે જનતાએ ભાજપની સરકાર બનાવી ત્યારે મોદીજીએ યુપીની 1.67 લાખ માતા-બહેનોને ગેસ કનેક્શન આપવાનું કામ કર્યું હતું.
કોરોના સમયે મફ્ત અનાજના વિતરણનો કર્યો ઉલ્લેખ
અમિત શાહે વધુમાં કહ્યું કે કોરોના આવ્યો હતો ત્યારે વિશ્વ આખું વિચારતું હતું કે ગરિબો શું ખાશે પરંતુ મોદીજીએ દેશના 80 કરોડ અને યુપીના 15 કરોડ લોકોને દર મહિને 5 કિલો અનાજ મફત આપવાનું કામ કર્યું. આ સિવાય જો મોદીએ દેશના 130 કરોડ લોકોને અને ઉત્તર પ્રદેશના 22 કરોડ લોકોને રસી ન આપી હોત તો આજે આપણે કોરોનાના ત્રીજી લહેરમાં ઝઝુમી રહ્યા હતા,આમ અમિત શાહે મોદીજીના કાર્યના વખાણ કર્યા હતા
મફ્ત ગેસ સિલિન્ડર આપવાની યોજનાનો ઉલ્લેખ
આથી વિશેષ તેમણે તેમના ભાષણમાં કહ્યું હતું કે અમે હોળી અને દીવાળી દરમિયાન એક સિલિન્ડર મફત આપવાનું કામ કરીશું. તેમણે કહ્યું કે 18 માર્ચના રોજ હોળી છે અને 10મીએ મતગણતરી છે. 10મીએ રાજ્યમાં ભાજપની સરકાર બનાવો અને 18મી સુધીમાં મફત ગેસ સિલિન્ડર તમારા ઘરે પહોંચી જશે. તેમજ આગામી 5 વર્ષ સુધી કોઈપણ ખેડૂતે વીજ બિલ ભરવાનું રહેશે નહીં.આમ અમિત શાહે વિપક્ષ પાર્ટીને આડેહાથ લઈને તેમના પર શાબ્દીક પ્રાહર કર્યા હતા.