શુ ખટાશ શરીરના હાડકા દુખાવાનું કામ કરે છે, જાણો આરોગ્ય માટે ખટાશ પણ કેટલી જરુરી છે
સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું સેવન વધુ પડતું હાનિકારક સાબિત થાય છે તેજ રીતે કોઈ પણ આહાર મર્યાદીત માત્રામાં ખાવામાં આવે તો તેનો બમણો ફાયદો થાય છે, આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે આમલી, આમળા જેવા ખાટા પ્રદાર્થ ખાવાથી શરીના હાડકાઓ દુખે છે, હા તે વાત સાચી છે પણ ક્યારે કે જ્યારે આવો ખોરાક અતિષય ખાવામાં આવે તો જ, પણ જો આ ખટાશ તમારા રોજીંદા જીવનમાં મર્યાદીત માત્રામાં ખાશો તો તમારી હેલ્થ સારી રહી શકે છે.
ખાસ કરીને આમળા, આમલી, બેરી ,અને વિટામીન સી ના ખોરાક ખાવા આરોગ્યને ઘણે અંશે ફઆયદો પહોંચાડે છે.
નોરંગી કે જેના ફાયદા અગણિત છે અને આ ફળ ખાવાથી હૃદય પર સારી અસર પડે છે. નારંગીની અંદર પોટેશિયમ અને ક્લોલિન જેવા તત્વો જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે કાર્ય કરે છે. આ સિવાય આ ફળની અંદર ફોલેટ જોવા મળે છે, જે હોમોસ્ટીનને નિયંત્રણમાં રાખે છે અને આમ કરવાથી હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે.
લીંબુ કે જેનાથી અનેક રોગોના નાશ થાય છે રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.
લીંબુ પાણી પાચનમાં મદદ રૂપ થાય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.
બેરી એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે શિયાળાની ઋતુમાં વારંવાર બીમાર પડતાં બાળકો માટે ઉત્તમ છે. આ ઉપરાંત, બેરી આપણા ખોરાકની વિવિધતાને સુધારવામાં મદદ કરે છે. તમે તમારા નાસ્તા અથવા ફ્રૂટ સલાડમાં મ ઉમેરી શકો છો.તે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે ત્વચા માટે ઉત્તમ છે. આમલી
આમલી એ એન્ટીઑકિસડન્ટો મુક્ત રેડિકલ સામે લડે છે, સેલને નુકસાન અટકાવે છે. તે વૃદ્ધત્વના સંકેતને અટકાવે છે.તેથી તેનું સેવન પણ ફાયદા કારક માનવામાં આવે છે,સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટના મતે આમલી એક ઉત્તમ પાચક છે, તેના બીજ પણ જ્યારે છાશ સાથે ભેળવવામાં આવે છે ત્યારે તે એક ઉત્તમ પીણું બનાવે છે.
આમળા શિયાળાનો રાજા છે. આમળા સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તેને કાચા અને હરદળ મીઠામાં પલાળીને ખાઈ શકાય છે, ભૂખ્યા પેટે સવારે આમશાનો રસ શરીરને તંદુરસ્ત બનાવવાની સાથે સાથએ વાળ અને સ્કિનને પણ સારું રાખે છે