દિલ્હીઃ સંત રવિદાસજી મંદિરના પુજારીએ પોતાની સમસ્યાથી વડાપ્રધાનને માહિતગાર કર્યાં, ગણતરીની મિનિટોમાં સમસ્યા દૂર કરાઈ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસજી જ્યંતિ પ્રસંગ્રે મંદિરના પુજારીની ઈચ્છા ગણતરીની મિનિટોમાં જ પૂરી કરી હતી. પીએમ મોદી સંત રવિદાસજી જ્યંતિ પ્રસંગ્રે દિલ્હીના સંત રવિદાસજી મંદિર ગયા હતા. આ દરમિયાન મંદિરના પુજારીએ પોતાની એક સમસ્યા વડાપ્રધાનને જણાવી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ એક વ્યક્તિને બોલાવીને મંદિરના પૂજારીની સમસ્યા દૂર કરવા માટે નિર્દેશ કર્યો હતો.
સંત રવિદાસજી મંદિરમાં આરતી બાદ 15 વર્ષથી પુજાની જવાબદારી સંભાળતા પુજારી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. થોડી મિનિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી બીજેપીના અધ્યક્ષ આદેશ ગુપ્તાને બોલાવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કેટલાક નિર્દેશ કર્યા હતા. સમગ્ર ઘટના ક્રમ અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે આપ ક્યાં રહો છો? એટલે મે શ્રીવસ્તીમાં રહેતો હોવાનું કર્યું હતું. તે બાદ પીએમ મોદીએ પૂછ્યું કે, બાળકો અભ્યાસ કરે છે? તો મે કહ્યું કે, સરકારી સ્કૂલમાં એડમિશનને લઈને મુશ્કેલી છે. શ્રીવસ્તીના સાંસદ પાસે બેવાર જઈને આવ્યો છું પરંતુ કોઈ કારણોસર એડમિશન થતું નથી. આ બાદ પીએમ મોદીએ તાત્કાલિક દિલ્હી ભાજપ અધ્યક્ષને બોલાવ્યાં હતા. તેમજ કહ્યું કે, આદેશજી એડમિશન માટેની જે પ્રક્રિયા છે કે કરાવો. પીએમના આ નિર્દેશથી હું ભાવુક થઈ ગયો હતો.
રામદાસ મંદિરમાં પીએમ મોદીએ શ્રદ્ધાળુઓ સાથે ભજન-કિર્તનમાં ભાગ લીધો હતો. તેમજ મંજીરા પણ વગાડ્યાં હતા. મોદીએ વીડિયો ટ્વીટ કર્યો હતો. બનાસરસના સીરગોવર્ધન ગામના સંત રવિદાસજીનો જન્મ થયો હતો. અહીં દર વર્ષે રવિદાસજી જ્યંતિનો સમારોહ થાય છે. જેમાં પંજાબના લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે.