1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ- એક આતંકીનો ખાતમો,બે જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ- એક આતંકીનો ખાતમો,બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ- એક આતંકીનો ખાતમો,બે જવાન શહીદ

0
Social Share
  • શોપિયામાં  આતંકીઓ સેના વચ્ચે અથડામણ
  • સેનાના બે  જવાન થયા શહીદ
  • એક આતંકી ઠાર મરાયો

શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નો કરતા રહેતા હોય છે, ત્યારે આજે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ આમનેસામને આવી ગયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આજરોજ શનિવારે સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.આ એન્કાઉન્ટરમાં બે જવાન શહીદ થયાના સમાચાર મળી રહ્યાજો કે આ ઘર્ષમમાં સેનાએ એક આતંકવાદી ને પણ આઠર કર્યો છે. હાલમાં આ  સમગ્ર વિસ્તારને ઘેરાબંદી કરીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

એક અધિકારીએ જણાવેલી વિગત પ્રમાણે ઝૈનાપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી  મળી હતી. અહીના સમગ્ર વિસ્તારોમાં આ બાતમી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અહી આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો આ બંદોબસ્ત કડક થતા જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળો  પર ગોળી વરસાવાનું શરુ કર્યુ તો બીજી તરફ સેનાએ પણ વળતા જવાબમાં ગોળીબાર કરવાનું શરુ કર્યું જેમાં એક આતંકીનો ખાતમો થયો હતો, જો કે સેનાના બે જવાન શહીદ થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code