- ફરવા માટે બેસ્ટ પ્લેસ છે માંડુ
- માર્ચ થી જુલાઈની વચ્ચે લો મુલાકાત
- દર્શનીય સ્થળો તમને કરી દેશે આશ્ચર્યચકિત
ભારતમાં એવા ઘણા શહેરો છે જે વર્ષો જૂના ઇતિહાસને આવરી લે છે. માંડવ પણ તેમાંથી એક છે.તેને માંડુ તરીકે પણ ઓળખવામાં આવે છે. માંડુમાં ઘણા જોવાલાયક સ્થળો છે, પરંતુ અહીંનું મુખ્ય આકર્ષણ માંડુનો કિલ્લો છે.માર્ચ થી જુલાઈ વચ્ચેની સિઝનમાં આ શહેરની મુલાકાત લેવાની મજા જ કંઈક અનેરી છે.
માંડુનો કિલ્લો: માંડુ શહેર પશ્ચિમ મધ્ય પ્રદેશના માલવા ક્ષેત્રમાં વિંધ્ય પહાડીઓમાં 2 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું છે.તે રાજા બાઝ બહાદુર અને રાણી રૂપમતીના પ્રેમના સાક્ષી તરીકે ઓળખાય છે. અહીંનો માંડુ કિલ્લો લગભગ 82 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. તેને દેશનો સૌથી મોટો કિલ્લો માનવામાં આવે છે.
હિંડોલા મહેલ: માંડુના હિંડોલા મહેલની દિવાલો થોડી નમેલી છે, જેના કારણે આ મહેલ ઝૂલતો દેખાય છે.તેથી તે હિંડોળા મહેલ તરીકે ઓળખાય છે.
જહાઝ મહેલઃ એવું કહેવાય છે કે,જ્યારે મહેલ બનાવવામાં આવ્યો ત્યારે તેના કિનારે બે તળાવ તૈયાર કરવામાં આવ્યા હતા.વચ્ચે વહાણના આકારનો મહેલ હતો.એવું લાગી રહ્યું હતું કે,જાણે કોઈ વહાણ પાણીની વચ્ચે તરતું હોય.
ઈકો પોઈન્ટ: કુદરતી નજારો પસંદ કરનારા લોકોને અહિયાંની ખીણો અને ઈકો પોઈન્ટ પણ ખુબ જ આકર્ષિત કરે છે.ઈકો પોઈન્ટ પર પહાડો પર ટકરાયા પછી પોતાનો અવાજ સાંભળવાની મજા જ કંઈક અનેરી હોય છે.
ઈન્દોર માંડુથી સૌથી નજીકનું શહેર છે.તમે ફ્લાઇટ, ટ્રેન, બસ અથવા ટેક્સી દ્વારા ઇન્દોર પહોંચી શકો છો.આ પછી તમે ટેક્સી અથવા બસ દ્વારા માંડુ પહોંચી શકો છો.માંડુ ઈન્દોરથી માત્ર 100 કિલોમીટર દૂર છે.