વધારે દ્રાક્ષ ખાવાથી થાય છે નુકશાન ?એકવાર જાણી લો તેનાથી સ્વાસ્થ્યને થતા નુકશાન વિશે
- દ્રાક્ષ ખાવાના શોખીન છો ?
- દ્રાક્ષનું વધુ પડતું સેવન ન કરવું
- સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દ્રાક્ષ ખાવાથી આંખોની રોશની વધે છે, સ્ટ્રેસથી બચાવે છે અને રેટિનલ હેલ્થ ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે.દ્રાક્ષ ફાઈબર અને વિટામિનનો શ્રેષ્ઠ સ્ત્રોત ભલે હોઈ, પરંતુ અમુક રીતે તેનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.દ્રાક્ષનું વધુ પડતું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જાણો
કિડનીની સમસ્યાઃ આ સમસ્યાથી પીડિત લોકોએ પણ વધુ માત્રામાં દ્રાક્ષ ન ખાવી જોઈએ. નિષ્ણાતોના મતે દ્રાક્ષ ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ વધારે છે. તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી સલાહભર્યું છે.
ગર્ભાવસ્થા દરમિયાન ન ખાવુંઃ દ્રાક્ષમાં પોલીફેનોલ નામનું તત્વ હોય છે.એવું કહેવાય છે કે,તેનું સેવન કરવાથી બાળકમાં સ્વાદુપિંડની સમસ્યા થઈ શકે છે, તેથી કહેવામાં આવે છે કે,આ સમયગાળા દરમિયાન દ્રાક્ષનું સેવન ટાળવું જોઈએ.
એલર્જીઃ એવું પણ કહેવાય છે કે,જે લોકો વધારે પ્રમાણમાં દ્રાક્ષ ખાય છે તેમને ત્વચામાં ખંજવાળ આવે છે.એલર્જીની સમસ્યા સામાન્ય રીતે પગ અને હાથને અસર કરે છે.એટલું જ નહીં, ચહેરા પર સોજાની ફરિયાદ પણ થઈ શકે છે.
પેટમાં તકલીફઃ જે લોકો દ્રાક્ષનું વધુ પડતું સેવન કરે છે તેઓનું કહેવું છે કે તેમને પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.આમાં ઝાડા સામાન્ય ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે,પેટ પહેલેથી જ ખરાબ હોય તો પણ દ્રાક્ષ ન ખાવી.