શિયાળાની સવારે હળદર વાળું ગરમ પાણી પીવાની પાડો ટેવ, ત્વચા સહીત પેટને લગતી સમસ્યાઓ થશે દૂર
હવે શિયાળાની શરુઆત થઈ ચૂકી છએ ત્યારે સવારની પોળમાં સૌ કોઈને શરદી ખઆસી ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ સતાવે છે આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ઘ્યાન આપવાની જરુર છે કારણ કે આ ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ પણ જલ્દી નબળી પડી જાય છે આ માટે સવારે જાગતાની સાથએ તમારે કેટલીક આદતો પાડી દેવી જોઈએ તેમાની એક આદત છે હરદળ વાળું ગરમ પાણી પીવું.
દરરોજ સવાર ેજાગીને ભૂખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર નાખીને પીવામાં આવે તો પેટને અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ દૂર થાય છે કારણ કે હળદર એન્ટિબેક્ટિરિયલ ગુણ ઘરાવે છે.
હળદર વાળા પાણીનું સેવન શિયાળામાં તમારા શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરી શકે છે. આનાથી તમે મોસમી રોગોથી સુરક્ષિત રહી શકો છો. વાસ્તવમાં, હળદર કુદરતી થર્મોજેનિક એજન્ટ તરીકે કામ કરે છે, જે તાપમાનમાં ઘટાડો થવા પર શરીરને ગરમ રાખે છે. આ માટે તમે હળદરવાળી ચાનું સેવન કરી શકો છો.
શિયાળામાં ઘણી શારીરિક સમસ્યાઓ શિયાળામાં વારંવાર થાય છે, જેમાં સાંધાના દુખાવા અને જૂની ઇજાઓથી થતા દર્દનો સમાવેશ થાય છે. તેનાથી બચવા માટે તમારા આહારમાં હળદરનો સમાવેશ કરો. હળદરમાં હાજર કર્ક્યુમિન સહિતના બળતરા વિરોધી ગુણધર્મો બળતરા અને સાંધાના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ સિવાય જો તમને આર્થરાઈટિસની સમસ્યા હોય તો શિયાળામાં હળદરવાળા પાણીનું રોજ સેવન કરો. કારણ કે તેમાં સેરોટોનિન અને ડોપામાઇનનું સ્તર વધારવાની ક્ષમતા હોય છે, જે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે.
તમારા આહારમાં હળદરનો સમાવેશ કરવાથી સિઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર થી છુટકારો મેળવવામાં પણ મદદ મળી શકે છે આ પાણી ત્વચાની ચમકને પ્રોત્સાહન આપે છે હળદરનો ઉપયોગ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓના ઉપચાર માટે ઘરેલું ઉપચાર તરીકે થાય છે. એક સંશોધન મુજબ હળદર ત્વચાને ચમકદાર બનાવે છે અને હાનિકારક બેક્ટેરિયાને દૂર રાખે છે.