શાહિર શેખ અને શ્વેતા બાસુ પ્રસાદની સસ્પેન્સ થ્રિલર શોર્ટ ફિલ્મ Amazon MiniTV પર લોન્ચ થશે
- ‘યાત્રી કૃપા ધ્યાન દે’ નામના નવા થ્રિલરના પ્રીમિયરની જાહેરાત
- શાહિર શેખ અને શ્વેતા બાસુ પ્રસાદ જોવા મળશે આ ફિલ્મમાં
- Amazon MiniTV પર લોન્ચ થશે આ શોર્ટ ફિલ્મ
મુંબઈ:ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી રોમેન્ટિક-કોમેડી જોઈ અલગ જોવા માટે ઈન્ટરનેટ પર રસપ્રદ સિરીઝ જોનારાઓ માટે એમેઝોન મિનિટીવી એક નવી સસ્પેન્સ થ્રિલર લઈને આવ્યું છે.જી હા,એમેઝોનના ફ્રી ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન મિનિટીવીએ ‘યાત્રી કૃપા ધ્યાન દે’ નામના નવા થ્રિલરના પ્રીમિયરની જાહેરાત કરી છે,જે 24 ફેબ્રુઆરીથી એમેઝોનની શોપિંગ એપ પર ઉપલબ્ધ થશે.
શોર્ટ ફિલ્મનું નિર્માણ બિગ બેનર ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં ખૂબ જ લોકપ્રિય ટીવી અને ઓટીટી કલાકારો શહીર શેખ અને શ્વેતા બાસુ પ્રસાદ જોવા મળશે.
‘યાત્રી કૃપયા ધ્યાન દે’ એ સુમિત (શાહિર શેખ દ્વારા ભજવવામાં આવેલ) ની વાર્તા છે, જે 30 વર્ષીય આકર્ષક વ્યક્તિ છે,જે તેની નવી કારમાં ઘરે પરત ફરી રહ્યો છે.રસ્તામાં તે નંદિતા (શ્વેતા બાસુ પ્રસાદ દ્વારા ભજવાયેલ) ને મળે છે જે અન્યના વાહનોમાં મફતમાં સવારી કરે છે.આ પછી વાર્તામાં જે પ્રકારનો નાટકીય મોડ અને આશ્ચર્યજનક ઘટનાઓની શ્રેણી પ્રગટ થાય છે, જે તમને અંત સુધી આકર્ષિત રાખશે.