કિચન ટિપ્સઃ- મગની દાળના સફેદ દાળવડા બનાવા હોય તો જોઈલો આ તદ્દન ઈઝી રીત
દાળવડા એવી વાનગી છે કે જે સૌ કોઈની પ્રિય હોય છે,ગુજરાતમાં ઠેર ઠેર દાળ વડા મળી આવે છે, જો કે મગની દાળના વડા સફેદ ખૂબ મળતા હોય છે જેમાં ઓછી સામગ્રી અને ટેસ્ટી હોય છે, તો ચાલો જોઈએ બહાર મળતા દાળવડા કઈ રીતે ઘરે બનાવી શકાય
સામગ્રી
- 250 ગ્રામ – પીળી મગની દાળ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 20 થી 30 કળી – લસણ અધકચરું વાટી લેવું
- 10 થી 12 નંગ – લીલા મચરા અધકચરા વાટેલા
- પા ચમચી – ભજીયાનો ખારો
- 1 ચમચી – સુકા ઘાણા(અધકચરા વાટી લેવા)
- તળવા માટે – તેલ
સૌ પ્રથમ મગની દાળને પાણીમાં ડૂબે તે રીતે 4 થી 6 કરલાક પલાળી દો
ત્યાર બાદ મગની દાળનું પાણી બરાબર નિતારીલો, એ માટે દાળને કાણા વાળા વાસણમાં રાખવી જેથી જરાપણ પાણી ન રહે
હવે નમિક્સરની ઝારમાં મદની દાળને બરાબર ક્રશ કરી લેવી
હવે એક તપેલીમાં આ દાળ વાટેલી લો.તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો, વાટેલા સુકા ઘાણા એડ કરો, ત્યાર બાદ તેમાં વાટેલું લસણ અને વાટેલા મરચા એડ કરીલો
હવે ભજીયાનો ખારો એડ કરીને તેના પર 2 ચમચી ગરમ તેલ નાખો અને ત્યાર બાદ આ બધુ મિશ્રણ બરાબર મિક્સ કરીલો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, ગેસની ફ્લેમ ફઆસ્ટ રાખો, તેલ થી જાય એટલે દાળની પેસ્ટમાંથી ગોળ શેપમાં દાળવડા તેલમાં પાળીલો, હવે ગેસની ફ્લેમ થોડી ઘીમી કરવી ,ત્યાર બાદ દાળવડાને બરાબર તળીલો, તૈયાર છે તમારા બજારમાં મળતા હોય તેવા જ ટેસ્ટી લસણ વાળા દાળ વડા.જેને તમે સોસ તથા ખજૂર આમલીની ચટણી સાથે ખાઈ શકો છો.