1. Home
  2. ગુજરાતી
  3. હિમાચલ પ્રદેશના ટાહલીવાલ જીલ્લામાં ફટાકડાની ફેક્ટિરીમાં વિસ્ફોટ -દાઝી જવાથી 6 મહિલા કામદારોના મોત
હિમાચલ પ્રદેશના ટાહલીવાલ જીલ્લામાં ફટાકડાની ફેક્ટિરીમાં વિસ્ફોટ -દાઝી જવાથી 6 મહિલા કામદારોના મોત

હિમાચલ પ્રદેશના ટાહલીવાલ જીલ્લામાં ફટાકડાની ફેક્ટિરીમાં વિસ્ફોટ -દાઝી જવાથી 6 મહિલા કામદારોના મોત

0
Social Share
  • હિમાચલ પ્રદેશના હાટલીવાલ જીલ્લાની ઘટના
  • ફટાકરા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો
  • 6 કામદારો જીવતા હોમાયા
  • 10 લોકો દાઝ્યા હોવાની માહિતી

 

શિમલા- આજરોજ બપોરના 12 વાગ્યે આસપાસ હિમાચલ પ્રદેશમાં ઉના જીલ્લાના ટાહલીવાલમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી છે.આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા 6 લોકોના બળી જવાથી મોત થયા છે,આ સાથે જ અન્ય 10 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને આ વિસ્ફોચ અંગેની તપાસ કરી રહી છે.ઈજાગ્રસ્ત એક વ્યક્તિએ માહિતી આપી હતી કે વિસ્ફોટ દરમિયાન આ ટાકરાની ફએક્ટરીમાં અંદાજે 30 થી 35  કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી, અચાનક વિસ્ફોટ થવાનો ભયાનક આવાજ આવ્યો હતો અને ત્યાર બાદ આગની લપેટ હવામાં જોવા મળી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ મહિલા કામદારોના મોતની પુષ્ટિ થઈ છે. ફેક્ટરીમાં વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

આ ઘટનાને મામલે એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જ્યા સુધી સંપૂર્ણ તપાસ ન થાય ત્યા સુધી ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાય નહી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code